મોરબીમાં યુવાનને મૈત્રી કરાર મામલે અપહરણ કરનાર સાત આરોપીઓ જેલ હવાલ

  • December 09, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના રવાપર ગામે યુવાન સાથે મૈત્રી કરાર કરીને રહેતી પરિણીતાના પતિ સહિતના શખ્સોએ યુવાનનું અપહરણ કરીને ગોંધી રાખવાના બનાવ મામલે ગત તા.૬ ના રોજ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે યુવાનને પોલીસે છોડાવીને સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી



મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં રમેશભાઈ બોરીચાના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજકોટના ફરિયાદ વર્ષાબેન હરેશભાઈ કરમટા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ગત તા. ૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તે બે માસથી રમેશભાઈ ખોડાભાઈ નાગહ સાથે મૈત્રી કરાર થી રહે છે જેથી વર્ષાબેનના પતિ હરેશભાઈ હામાભાઈ કરમટા, સસરા હામાભાઈ પાંચાભાઈ કરમટા,દિયર માત્રાભાઈ હામાભાઈ કરમટા રહે-બધા રાજકોટ વાળા વર્ષાબેનના ઘરે આવી મૈત્રી કરારમાર રહેતા રમેશભાઈ નાગહને ઇકો ગાડીમાં જબરદસ્તીથી બેસાડીને અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી



મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની ગંભીરતા લઈને જીલ્લ ામાં નાકાબંધી કરી તેમજ એ ડીવીઝન, એલસીબી અને એસ ઓ જી સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ સીસીટીવી અને ટેકનીકલ સેલના આધારે અપહરણ થયેલ રમેશભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હોય દરમિયાન બાતમી મળી હતી કે રમેશભાઈને રાજકોટ જીલ્લ ાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં ભૂપતભાઈ ધુંધાભાઈ આલની વાડી એ દોરડા વડે બાંધી રાખેલ હોવાની માહિતી મળતા જ તુરત સ્થળ પર દોડી જઈને રમેશભાઈને અપહરણકર્તાના ચુંગલમાંથી મુકત કરાવ્યા હતા


તો પોલીસે આરોપી હામાભાઈ પાંચાભાઈ કરમટા, ભુપતભાઈ ધુંધાભાઈ આલ, લાલજીભાઈ વેરસીભાઈ ખાંભલા, ભરતભાઈ જીવણભાઈ કરોતરા, શક્તિસિંહ મહોબતસિંહ વાળા, સંજયભાઈ રાયાભાઈ મીઠાપરા અને અશોકભાઈ ગોરધનભાઈ ધરજીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે વર્ષાબેનના પતિ હરેશભાઈ હામાભાઈ કરમટા અને દિયર માત્રાભાઈ હામાભાઈ કરમટા બંને હાજર ના મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application