ઇઝરાયેલ અને અમેરિકાના ઈરાન પર ના હુમલામાં દુબઈ પર પણ મિસાઇલ ફેકવામાં આવી છે. જેના કારણે દુબઈની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેના કારણે લાખો ભારતીયો દુબઈમાં ફસાયા છે. ત્યારે આ ફ્લાઈટમાં રાજકોટ અને મોરબીના કુલ 25 જેટલા પરિવારજનો પરત ફરવાના હતા. પરંતુ તેઓ ફ્લાઈટ રદ થવાના કારણે હાલ દુબઈમાં ફસાયા છે. જેમા રાજકોટના યુવાન કૌશલ બાટવીયાનો સમાવેશ થાય છે. જેમણે વિડીયો વાયરલ કરી અને સરકાર પાસે ભારત પરત આવવા માટે મદદની ગુહાર લગાવી છે. આ ઉપરાંત
તેમજ રાજકોટ થી 35 જેટલા લોકો દુબઈ પ્રવાસે જવાના હતા તેઓએ પોતાનો પ્રવાસ રદ કરીને ટિકિટ રદ કરાવી લીધી છે. જેથી રાજકોટ જિલ્લાના ફસાયેલા નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પ્રમુખ જયેશભાઈ કેસરિયા પાસેથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઘણા પ્રવાસીઓ હાલ દુબઈમાં ફસાયા છે. રાજકોટના કૌશલ બાટવીયા સહિત ઘણા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. રાજકોટના કૌશલ બાટલીયા નામના યુવકે પણ પોતાના વિડીયો વાયરલ કરી અને જણાવ્યું હતું કે તેઓ અને પરિવારના 10 લોકો રાજકોટથી ફરવા ગયા હતા પરંતુ ફ્લાઇટ બંધ હોવાના કારણે હાલ તેઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. તેમણે ભારત સરકાર પાસે ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે માગણી કરી હતી. મિસાઈલ મારો થતો હોવાથી ત્યાં લોકોને બહાર નીકળવાની મનાઈ કરી દેવામાં આવી છે. પરંતુ ફ્લાઈટ બંધ હોવાના કારણે હાલ તેઓ ફસાઈ ચૂક્યા છે ત્યારે તેમણે સરકારને ભારત પરત લાવવા માટે મદદ કરવા માટે ગુહાર લગાવી છે. જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
આ ઉપરાંત મોરબીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જીગ્નેશભાઈ અઘારા ના 25 જેટલા ક્લાઈન્ટ હાલ દુબઈ પ્રવાસે છે. જેઓ બિઝનેસના હેતુથી ત્યાં ગયા હતા. જેમની ગઈ કાલની રિટર્ન ફ્લાઇટ હતી. આ ફ્લાઈટ કેન્સલ થવાના કારણે તમામને ત્યાં રોકાઈ જવાનો વારો આવ્યો છે.રાજકોટ જિલ્લાના નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.હાલમાં ઈરાન ઇઝરાયેલ યોજના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે કાઢી દેશોમાં રાજકોટ જિલ્લાના કોઈપણ નાગરિક ફસાયા હોય તો મદદની જરૂરિયાત માટે તેઓ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર 0281- 2471577 અને 0281- 2410100 નો સંપર્ક કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રવિવારે બપોર બાદ ફ્લાઇટ પુનઃ શરૂ થાય તેવી શક્યતા
હાલમાં દુબઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમને રવિવાર બપોર બાદ ફ્લાઇટ પુનઃ શરૂ થાય તેવી શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની સાથે અન્ય બે ઉદ્યોગકારો રાજકોટ પરત આવવાના હતા. જેમને તાત્કાલિક અહીં પહોંચવું પડે એવું હોવાથી તેમણે દુબઈથી મસ્કત (ઓમાન)બાય રોડ બસમાં જઈ અને ત્યાંથી તેમને બેંગ્લોરની ફ્લાઈટ લીધી હતી. પરંતુ આ રીતે દુબઈથી પરત આવવા માટે ઓમાનના વિઝા હોવા જરૂરી છે જેથી તમામ લોકો માટે આ વિકલ્પ શક્ય નથી. આ સિવાય મોરબીના 35 લોકો દુબઈ જવાના હતા પરંતુ તેઓએ હાલ પોતાની ટિકિટ રદ કરાવી લીધી છે.