અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંયુકત નિયામકએ જામનગરના છાત્રાલયો તથા આશ્રમશાળાની મુલાકાત લઈ સમીક્ષા કરી

  • January 25, 2023 12:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગરના સંયુકત નિયામક નયનાબેન શ્રીમાળીએ જામનગર ખાતે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જામનગર કચેરીની મુલાકાત લઈ કુંવરબાઇનુ મામેરૂ યોજના, મરણોતર સહાય યોજના, આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના, વકિલાત સ્ટાઇપેન્ડ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના વગેરેની સમીક્ષા કરી હતી.તેમજ આ યોજનાઓમાં ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ થાય તેવુ આયોજન હાથ ધરવા જણાવ્યુ હતું. 


આ સાથે તેઓએ લાખાબાવળ ખાતે આવેલ નાલંદા આશ્રમ શાળા અને સમાજકલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત જામનગર હસ્તકના પંચશીલ કુમાર છાત્રાલય, જામનગરના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય, અને આદર્શ નિવાશી શાળા(અ.જા.) કુમાર, સમરસ છાત્રાલય  કુમાર અને કન્યાની મુલાકાત લઈ આશ્રમશાળા અને છાત્રાલયના રૂમો તથા કોઠાર રૂમ, સફાઇ અને સિકયોરીટી, છાત્રાલયના રજીસ્ટરો, અવર-જવર બુક તેમજ રસોડાની ચકાસણી કરી હતી તથા છાત્રોના પ્રશ્નો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ કર્યું હતું તેમજ જરૂરી સુધારાઓ માટે વોર્ડનને સૂચનો કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application