સ્કેમ 2010: આવી રહી છે વધુ એક ફ્રોડની ગાથા, જાણો કોણ છે એ શખ્સ જેને કરી હતી 25000 કરોડની છેતરપિંડી

  • May 16, 2024 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હંસલ મહેતાએ વર્ષ 2020માં સકેમ સિરીઝ શરૂ કરી હતી. તેના બે ભાગ અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યા છે. પહેલો ભાગ સ્કેમ 1992 હતો જેમાં હર્ષદ મહેતાના સ્ટોક એક્સચેન્જના સ્કેમ્ દર્શાવવામાં આવ્યા હતા. બીજો ભાગ સ્કેમ 2003 હતો, જેમાં અબ્દુલ કરીમ તેલગીની વાર્તા બતાવવામાં આવી હતી. પરંતુ હવે તેનો ત્રીજો ભાગ સ્કેમ 2010 આવી રહ્યો છે.


હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર સ્કેમ 2010ની જાહેરાત કરી છે. આ વખતે તે સુબ્રત રોય સહારાની વાર્તા બતાવશે. તેનું શીર્ષક છે 'સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા'. હંસલે X પર 'સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા'નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.

આ સિરીઝમાં સુબ્રત રોય સાગાનું પાત્ર કોણ ભજવશે તે અંગે હંસલ મહેતાએ હજુ સુધી માહિતી આપી નથી. સુબ્રત રોય સાગા સહારા ગ્રુપના સ્થાપક હતા. તેણે એક ચિટ-ફંડ સ્કીમ શરૂ કરી હતી જેના માટે તેની સામે રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે સેબીએ તેની સામે કેસ નોંધ્યો ત્યારે જાણવા મળ્યું કે તેણે 3 કરોડ લોકો પાસેથી 24 હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. સુબ્રત રોયની ગાથા રાજકારણ અને બોલિવૂડની દુનિયા સાથે ઊંડી સંબંધ ધરાવે છે. સહારા ઈન્ડિયા પરિવારે તેમના પર કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ પછી, વર્ષ 2023 માં 75 વર્ષની વયે તેમનું અવસાન થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News