મોરબી ઝૂલતા પુલ દર્ઘટના કેસમાં CBI તપાસની માંગ કરવામાં આવી છે. મોરબી ઝૂલતા પુલ દર્ઘટના કેસમાં CBI તપાસની માંગની અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી છે.
112 પીડિતો તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. સરકાર, CBI, કલેક્ટર, નગરપાલિકા, અજંતા કંપનીને નોટિસ જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે સંબંધિત સત્તાવાળાઓનો જવાબ માંગ્યો છે.
મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનો મોત થયા હતા
મોરબીમાં તા. 30/10/2022ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવાફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેમને જે-તે સમયે જેલહવાલે કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા.
જયસુખ પટેલ 25 માર્ચે જમીન મુક્ત થયા હતા
મોરબીમાં તા 30/10/22ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, એમાં કુલ મળીને 135 લોકોનાં મોત થયા હતા. એ કેસમાં કુલ 10 આરોપી પકડાયા હતા. તેમાંથી મોટા ભાગના આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થઈ ગયા હતા. જોકે હાઇકોર્ટમાંથી જયસુખ પટેલના અગાઉ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન માટે ગયા હતા અને ત્યાં તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને શરતો નક્કી કરવા માટે થઈને આદેશ કર્યો હતો, જેથી મોરબીની ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તથા જયસુખ પટેલના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સાત શરતના આધારે તા. 25/03/2024ના રોજ જયસુખ પટેલના જામીન મુક્ત કરવા ઓર્ડર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech