સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, આંખોના કેસો વધ્યા 

  • July 28, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, આંખોના કેસો વધ્યા 


જામનગર શહેર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન સીઝનલ બીમારીઓ અને ખાસ કરીને આંખમાં ફેલાતા વાયરલ ઇન્ફેક્શનના વધતા જતા કેસો હાલ ચિંતાનો વિષય આરોગ્ય વિભાગ માટે બની રહ્યો છે, મહત્વનું છે કે ઝાડા ઉલટી  તેમજ ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો અને આંખના ઇન્ફેક્શનના દરરોજના 100 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.



જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ચોમાસાની સિઝનની શરૂઆત સાથે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. હાલ દરરોજ સાડા ત્રણ હજારથી 4 હજાર જેટલા ઓપીડી કેસ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે વિવિધ સિઝનલ બીમારીઓ અને આંખના કેસોને લઈને જોવા મળી રહી છે.


જામનગરની જીજી હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદનીબેન દેસાઈએ આપેલી વિગતો મુજબ ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જામનગરમાં જાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના બીમારીના કેસો પણ વધી રહ્યા છે. આ ઉપરાંત હાલે હોસ્પિટલના આંખના વિભાગમાં 100 થી 150 જેટલા આંખના વાયરલ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે. 



આંખના કેસોમાં આંખમાં રતાશથી એડીનો વાયરસથી થતી બીમારી જોવા મળી રહી છે. આ બીમારી એક સપ્તાહમાં મટી જાય છે પરંતુ આ ચેપી બીમારી હોય જેથી લોકોએ તબીબોની સલામ મુજબ તકેદારી રાખવી જરૂરી છે. આમ જ્યારે હાલ સીઝનલ બીમારીઓ અને ખાસ આંખના ઇન્ફેક્શનના વધતા કેસો આરોગ્ય વિભાગ માટે પણ સતત ચિંતા નો વિષય બની રહ્યા છે. ત્યારે લોકોએ પણ તકેદારી રાખવા હોસ્પિટલના સિનિયર તબીબી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application