સાર્થક વાઘેલાને સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતા થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

  • January 15, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં જામનગર સ્થિત અને કર્મચારી મંડળના સદસ્ય અને સક્રિય જ્ઞાતિ કાર્યકર્તા અને નિવૃત્ત અધિકારી સતીષભાઈ વસનજીભાઈ વાઘેલાના ( હાલમાં ગુજરાત હાઈકોર્ટ માં પ્રેક્ટીસ) સુપુત્ર સાર્થક વાઘેલાને ( B. E. Mechanical - service Reliance Jamnagar - 7048305552 ) ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતા થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન, ગુજરાતમાંથી ૯ જણાની પસંદગીમાં ૫ મું સ્થાન.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

​​​​​​​


આ સ્પર્ધામાં વિજેતા થવા બદલ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કર્યો હતો તથા મુખ્યમંત્રીએ તેમના કાર્યલય ખાતે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને મનોજ દાસની ઉપસ્થિતિમાં પુરસ્કૃત કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે અખિલ સમસ્ત વાંજા સમાજને રૂપિયા ૧,૧૧૧/- તથા વાંઝા ન્યૂઝ બુલેટિન ને રૂ. ૧૫૧/- ખુશીભેટ આપવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application