દીવ ફરવા આવેલા બે પર્યટકોને લૂંટી લેનાર બેલડી મુદ્દામાલ સાથે ઝડપાઇબોટાદ જિલ્લ ાના સ્વામીના ગઢડાથી બે પિતરાઇ ભાઇઓ દિવાળીના તહેવાર નિમિતે દિવ ફરવા આવેલા બે પર્યટકોને છરીની અણીએ લૂંટી લેનાર બેલડીને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
ગત તા. ૦૭–૧૧–૨૦૨૪ના રોજ બોટાદ જિલ્લ ાના સ્વામીના ગઢડાના રહિશ ભરતભાઈ હનુભાઈ સાટીયા તથા તેમના મિત્ર રામભાઈ વાલાભાઈ જોગરાણા દીવ ખાતે ફરવા માટે આવેલ અને રાત્રીના સમયે દીવ જેટીના દરિયા કાંઠે બેઠા હતા. તે દરમિયાન પરેશ જીણા ચોહાણ અને વિશાલ પુના પરમારે બન્ને યુવકો સાથે વાતો વાતોમાં મિત્રતા બાંધી અને જાળમાં ફસાવી સસ્તા ભાવે હોટેલનો મ અપાવાની લાલચ આપી હતી. અને હોટેલ વાળા જણીતા છે તેવું જણાવી રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ દીવ બહાર નાળીયા માંડવી ગામ નજીક હોટેલ ફલેમીંગો હોટલવાળા રસ્તે અવાવ જગ્યાએ લઇ ગયા હતા અને રામભાઈના ગળે છરી મુકી આ કોઈની સગી નહીં થાય તેવી ધમકી આપી હતી અને ભરતભાઇ તથા રામભાઈના ૩ મોબાઈલ તથા રોકડા ૧૧હજાર એમ મળી કુલ ૩૩૦૦૦ની લુંટને અંજામ આપી પરેશ તથા વિશાલ ત્યાથી નાશી ગયા હતા. આ અંગે નવાબંદર મરીન પોલીસને જાણ કરાતા પોલીસ દ્રારા સીસીટીવી ફુટેજના આધારે તપાસ શ કરી હતી. જેમાં બન્ને આરોપીઓને ઝડપી પાડવા નવાબંદર પી.એસ.આઈ. વીકે ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી સંદીપભાઇ ઝણકાટ તથા કીરણ સોલંકીએ સીસીટીવીના આધારે સચોટ બાતમી હકીકતના આધારે ગુ પ્રયાગ રોડ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લ ા એસ.પી. મનોહરસિંહ જાડેજાએ જણાવેલ હતું કે નવાબંદર પોલીસ ગણત્રીના કલાકોમાં બન્ને આરોપીને રાઉન્ડઅપ કરી ઉના મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ કરાવી આરોપીને કોર્ટમાં રજુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech