આવતીકાલે જાહેર થશે ધો. 12નું પરિણામ, વોટ્સએપ પરથી પણ જોઈ શકાશે રિઝલ્ટ

  • May 08, 2024 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર પરથી પણ રિઝલ્ટ જાણી શકાશે.


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો હતો. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે.


નોંધનીય છે કે, ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 % અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 % આવ્યુ હતું. ગયા વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ હતું . જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ હતું .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application