મહારાષ્ટ્ર્રના પુણેમાં એક ભયાનક દુર્ઘટના બની હતી અને અહીં ફટપાથ પર સૂઈ રહેલા ૯ લોકોને નશાખોર ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે, યારે ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના મોડી રાત્રે વાઘોલીના કેસનદં નાકા પોલીસ સ્ટેશન સામે બની હતી. આરોપી ડ્રાઈવરને ઝડપી લેવાયો છે અને આગળની કાર્યવાહી ચા કરી દેવામાં આવી છે.
પુણેના વાઘોલીના કેસનદં ફાટામાં નશામાં ધુત ડમ્પરના ચાલકે ફટપાથ પર સૂઈ રહેલા ૯ લોકોને કચડી માર્યા હતા.માર્યા ગયેલા લોકોમાં બે માસુમ બાળકો વૈભવ રિતેશ પવાર (ઉંમર ૨ વર્ષ) અને રિનેશ નિતેશ પવાર (ઉંમર ૩ વર્ષ)નો સમાવેશ થાય છે, યારે ૬ અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો મજૂર છે. તે રવિવારે રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા અને આ ફટપાથ પર કુલ ૧૨ લોકો સૂતા હતા. બાકીના લોકો ફટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા. ભારે ડમ્પર સીધું ફટપાથ પર ચડી ગયું અને સૂતેલા લોકોને કચડી નાખ્યા.
ચીસો સંભળાતા આસપાસના લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા. આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પુણે પોલીસે દાના નશામાં ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની સામે મોટર વાહન અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પુણે સિટી પોલીસના ડીસીપી ઝોન ૪ હિંમત જાધવે આ માહિતી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech