મેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી

  • January 23, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હેર ડ્રેસરની દુકાન ધરાવનારા યુવાને બીમાર પિતાની સારવાર માટે ચિભડાના બંધુ પાસેથી ૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા: રોજનું રૂપિયા ૪૦૦ લેખે ૩૪,૦૦૦ વ્યાજ ચૂકવ્યું છતાં યાં સુધી મુદલ ન ચૂકવ ત્યાં સુધી વ્યાજ આપવું જ પડશે કહી ધમકી આપતાઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
મેટોડામાં હેર સલૂનની દુકાન ધરાવનાર યુવાને ત્રણેક માસ પૂર્વે બીમાર પિતાની સારવાર માટે બાજુમાં દુકાન ધરાવતા ચાના ધંધાર્થી ભરવાડ બંધુ પાસેથી કુલ પિયા ૫૦,૦૦૦ વ્યાજ લીધા હતા. જેમાં તે રોજને .૪૦૦ લેખે વ્યાજ ચૂકવતો હતો બાદમાં વ્યાજના પૈસાની સગવડ ન થતા યુવાને મુદ્દલ રકમ ચૂકવવાની વાત કરતા આ બંધુએ યાં સુધી મુદ્દલ રકમ ન ચૂકવ ત્યાં સુધી વ્યાજ તો આપવું જ પડશે. તેમ કહી દુકાન બધં કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકીઓ આપી હતી. જેથી યુવાને આ અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોધિકાના ચીભડામાં રહેતા આ ભરવાડ બંધુ સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મેટોડામાં બાલાજી સોસાયટી મકાન નંબર–૨ ઠાકર સ્કૂલ પાછળ રહેતા મેહત્પલ રાજેશભાઈ ભટ્ટી (ઉ વ ૨૫) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના ચીભડા ગામે રહેતા રાહત્પલ ઉર્ફે ગાંડુ બાબુતર અને તેના ભાઈ મનીયા બાબુતરના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર ત્રણ પાસે સહયોગ કોમ્પ્લેકસમાં ચેમ્પિયન્સ હેર આર્ટ નામની સલૂનની દુકાન ધરાવે છે આજથી ત્રણેક માસ પૂર્વે તેના પિતા બીમાર પડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમયે પૈસાની જરિયાત હોય તેણે અહીં તેની દુકાનની બાજુમાં ચાની દુકાન ધરાવનાર રાહત્પલ ઉર્ફે ગાંડુને વાત કરતા તેણે કહ્યું હતું કે, હત્પં તને ૨૫૦૦૦ આપું પણ એ માટે તારે રોજના પિયા ૪૦૦ એમ મહિને . ૧૨,૦૦૦ વ્યાજ આપવું પડશે તે સમય યુવાનને પૈસાની તાતી જરિયાત હોય તેણે આ શરતનો સ્વીકાર કરી . ૨૫,૦૦૦ વ્યાજે લીધા હતા. બાદમાં રાહત્પલ ઉર્ફે ગાંડુ રોજ સાંજે યુવાની દુકાને આવી . ૪૦૦ વ્યાજ લઈ જતો હતો જે યુવાને એક મહિના સુધી એટલે કે પિયા ૧૨૦૦૦ ચૂકવ્યા હતા ત્યારબાદ તે વ્યાજ ન આપી શકતા રાહત્પલ અહીં દુકાને આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો કે પૈસા નહીં આપે તો તારી દુકાન બધં કરાવી દઈશ તારી ખુરશીઓ ભરી જઈશ. જેનાથી કંટાળી યુવાન ગાંધીધામ પરિચિત જશુભાઈ કસોટની પાની દુકાને નોકરી કરવા લાગ્યો હતો.
પરંતુ પિતાની તબિયત સારી ન હોય તે ૧૦ દિવસમાં મેટોડા પરત ફર્યેા હતો. ત્યારબાદ ગાંડુભાઇ સાથે વાત કરી પિયા ૨૫,૦૦૦ ના ૪૦,૦૦૦ આપવાના અને દર મહિને . ૫,૦૦૦ હો આપવાનું નક્કી કરી સમાધાન કયુ હતું. બાદમાં યુવાને ૫૦૦૦ ના બે હાન કુલ પિયા ૧૦,૦૦૦ આપ્યા હતા તેમ છતાં હજુ તે પિયા ૩૦,૦૦૦ માંગે છે.
યારે એક મહિના પહેલા યુવાને પૈસાની જરિયાત કરતા રાહત્પલ ઉર્ફે ગાંડુના નાના ભાઈ મનીયા પાસેથી પિયા ૨૫૦૦૦ વ્યાજે લીધા હતા જેમાં રોજનું પિયા ૪૦૦ વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું તેને પણ એક મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું કુલ પિયા ૧૨૦૦૦ ચૂકવ્યા હતા જો વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો તે પેનલ્ટી લગાવતો હતો. બાદમાં યુવાને આ બંને ભાઈઓને મુદ્દલ રકમ લઈ લેવાની વાત કરતા તેઓ કહેતા હતા કે પિયા તો તારે વ્યાજ સાથે પૂરા આપવા પડશે નહીંતર તારી દુકાન બધં કરાવી સામાન ભરી જઈશ. જેથી અંતે યુવાને ચીભડાના આ બંધુ સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News