સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર–૨૦૨૩મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ માટે વહીવટી વિભાગોમાં વિવિધ જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી આપવા આવેલ છે. આ માટે રાય સરકાર દ્રારા વિવિધ વિભાગો સાથે બેઠકો શ કરવામાં આવી છે રાયના સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગ તેમજ સંબંધિત વિભાગના સચિવ વચ્ચે આ માટે બેઠકો શ થઈ છે. દરેક વિભાગ પાસેથી આગામી ૧૦ વર્ષ દરમિયાન નિવૃત્ત થનાર કર્મચારી તેમજ વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓની જાણકારી મેળવવામાં આવી રહી છે.
જુન ,જુલાઈ અને ઓગષ્ટ્ર માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ ભરવાનું રાય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.
તાજેતરમાં રાય સરકાર દ્રારા જુનિયર કલાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાઓ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાય સરકારે દરેક વિભાગમાં ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવાની તૈયારી કરી છે. સચિવાલયમાં ઈ– સરકાર પદ્ધતિ શ કર્યા પછી મહાનગરથી ગ્રામ્ય સ્તર સુધી અને સરકારી વહીવટી પ્રક્રિયાઓ ઓનલાઇન કર્યા બાદ નવેસરથી કેટલા મેન પાવર ની જરિયાત છે તેની સમીક્ષા શ કરવામાં આવી છે.
ભરતી કેલેન્ડર તૈયાર કરવાના મુદ્દે રાયના સામાન્ય વહીવટી વિભાગ નાણા વિભાગ તેમજ જુદા જુદા વિભાગો વચ્ચે બેઠકોનો દોર શ થયો છે આ ભરતી કેલેન્ડર આગામી સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવાની કવાયત શ કરી દેવામાં આવી છે આ બેઠક ત્રણ મહિના સુધી ચાલશે ત્યારબાદ આખરી સમસ્યાના અંતે આગામી ૧૦ વર્ષને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech