મ્યુનિસિપલ લાઇબ્રેરીનો એક મહિનામાં ૩૩,૨૦૭ વાંચકોએ લાભ લીધો: ૪૦૮ નવા સભ્યો જોડાયા

  • August 07, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ લાઈબ્રેરીઓનો ગત જુલાઇ માસ દરમિયાન ૩૩૨૦૭ વાંચકોએ લાભ લીધો હતો, જ્યારે ૪૦૮ નવા સભ્યોનું રજિસ્ટ્રેશન થયું હતું.



વિશેષમાં આ અંગે ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઇ એમ.આરદેશણાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ ૧ તથા ૨, મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાચનાલય, ઈસ્ટ ઝોન લાઈબ્રેરી પેડક રોડ, માં એક માસ દરમ્યાન કુલ ૩૩,૨૦૭ મુલાકાતીઓ એ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્યાન ૪૦૮ નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ ૭૦૦ પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૦૦ જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ લાઇબેરીઓમા ઉપલબ્ધ કરાવવામાં આવેલા છે.



વિધાર્થીઓ માટે વિધાર્થી વાંચનાલયનો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેનો છેલ્લા એક મહિનામાં કુલ ૩,૪૫૩ વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. જુલાઈ માંસ દરમ્યાન વિવિધ વિષયોના કુલ ૮૯૭ મેગેઝીન-વર્તમાન પત્રો વાચકો માટે ખરીદ કરી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.


ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઇ એમ.આરદેશણાએ જણાવ્યું હતું કે આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો વધુને વધુ લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application