ટાટાની અલવિદા: ભારતનું રતન રોળાયું

  • October 10, 2024 12:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી.રતન ટાટાનો જન્મ 28 સપ્ટેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ અબજોપતિ હોવા ઉપરાંત એક દયાળુ, સરળ અને ઉમદા વ્યક્તિ તરીકે પણ જોવામાં આવે છે. તેની સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે દર્શાવે છે કે તેણે ઘણા લોકોની મદદ કરી હતી. તેમજ દેશની પ્રગતિમાં રતન ટાટાના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જે પછી તેમની તબિયત ગંભીર હોવાની અફવા ઉડતાં ખુદ રતન ટાટાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ સારી હાલતમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News