રામનગરમાં ત્યકતાને પૂર્વ પતિએ ઢીકાપાટુનો મારમારી લોખંડની રેલીંગ સાથે માથું અથાડવ્યું

  • July 12, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ પતિ ઘર પાસે મિત્રોને બોલાવી ગાળાગાળી કરતો હોય ત્યકતાએ પોલીસને કોલ કરતા તેનો ખાર રાખી હુમલો: પૂર્વ પતિની બહેન અને હાલની પત્નીએ મારકૂટ કરી મોબાઇલ લૂંટી લીધો



શહેરના કોઠારિયા રોડ પર રામનગરમાં રહેતા મહિલાના ઘરમાં ઘૂસી તેના પૂર્વ પતિની બહેન અને હાલની પત્નીએ માથાકૂટ કરી મહિલાનો મોબાઇલ લૂંટી લીધો હતો અને પૂર્વ પતિએ ઢીકાપાટુનો માર મારી લોખંડની રેલીંગ સાથે માથુ અથડાવ્યું હતું.બનાવના આગલા દિવસે પૂર્વ પતિ મહિલાના બાજુમાં આવેલા મકનમાં મિત્રોને ભેગા કરી ગાળાગાળી કરતા હોય જેથી પોલીસને જાણ કરતા આ વાતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




કોઠારિયા રોડ પરના રામનગરમાં રહેતા અલ્પાબેન હરેશભાઇ જોશી (ઉ.વ.37)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ પતિ દિવ્યેશ જેરામ ઠુમ્મર, તેની બહેન એકતા જોગાણી અને તેની હાલની પત્ની વૃંદાના નામ આપ્યા છે.




પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,અજય સાથે છૂટાછેડા લીધા બાદ આઠ વર્ષ પહેલા દિવ્યેશ ઠુમ્મર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેના થકી પણ ક્રિષ નામના પુત્રની પ્રાપ્તિ થઇ હતી. ચાર વર્ષ પહેલા દિવ્યેશને હિરલ અલ્પેશ બારૈયા સાથે પ્રેમ થતાં તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતા, હિરલ સાથે બગડતાં દિવ્યેશ ફરીથી અલ્પાબેન સાથે રહેવા લાગ્યો હતો અને દશેક મહિના પૂર્વે દિવ્યેશે વૃંદા સાથે લગ્ન કરી લીધા હતા.



મહિલાના ઘરની બાજુમાં દિવ્યેશના માતા નિતાબેન રહે છે અને તેની બાજુમાં તેના મિત્ર કરણસિંહનું મકાન છે.ત્યા રાત્રીના મિત્રો ભેગા થઇ બેફામ ગાળાગાળી કરે છે.તા. ૯/૭ ના રોજ મારા મહિલા ઘરે હતા ત્યારે કરણસિંહના મકાને પૂર્વ પતિ દિવ્યેશ તથા તેના મિત્રો બેઠા હતાં.અને બેફામ ગાળાગાળી કરી રહ્યા હતાં.જેથી ૧૦૦ નંબર પર કોલ કરી પીસીઆર બોલાવી હતી.બાદમાં તા. ૧૦/૭ ના અલ્પાબેન ઘરે હતા ત્યારે અલ્પેશની બહેન એકતા અને પત્ની વૃંદા ઘરમાં ઘૂસ્યા હતા અને કહ્યું હતું કે,તારે આ જ કરવાનું છે તેમ કહી મહિલાનો ફોન આંચકી લીધો હતો.બાદમાં ગાળો ભાંડી અલ્પાબેનને ઢીકાપાટુનો મારમાર્યો હતો.મહિલા જેમ તેમ કરીને ઘરની બહાર નિકળતા હાઇવે રોડ પર સર્વિસ રોડ પાસે પતિ દિવ્યેશનો ભેટો થઇ ગયો હતો.તેને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી મહિલાનું માથુ રેલીંગ સાથે અથડાવ્યું હતું.આ અંગે મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આરોપી સામે લુંટ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application