નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મંદિરમાં શક્તિની પૂજાનું આયોજન, રામનવમી પર અભિજીત મુહૂર્તમાં 12 વાગે થશે રામલલાનું સૂર્ય તિલક
ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની ભવ્ય જન્મજયંતિની વિધિઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મંદિરમાં શક્તિની આરાધના પણ કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસથી રામ નવમી સુધી બાળ રામ વિશેષ વસ્ત્રો ધારણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત તેમના કપડાની સ્ટાઈલ બદલવામાં આવી છે. તેમના વસ્ત્રોમાં મોર અને અન્ય વૈષ્ણવ પ્રતીકોનું રંગબેરંગી રેશમથી ભરતકામ કરાયું છે. ખાદીના સુતરાઉ વસ્ત્રો પર સિલ્વર અને ગોલ્ડ હેન્ડ-પ્રિંટિંગ વર્ક પણ કરવામાં આવ્યું છે. રામ નવમી (17 એપ્રિલ)ના રોજ રામલલાને 56 ભોગ અર્પણ કરવામાં આવશે અને સૂર્ય અભિષેક કરવામાં આવશે. રામ નવમીના દિવસે અભિજીત મુહૂર્તમાં 12 વાગે સૂર્યના કિરણો રામલલાના મસ્તક પર પડશે. જે રામલલાનું સૂર્ય તિલક હશે. બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે સૂર્ય તિલક ચાર મિનિટનું હશે.
નવરાત્રિના પ્રથમ દિવસે રામ મંદિરમાં પૂજા સાથે ચાંદીની ચોકીમાં કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ દાસે જણાવ્યું હતું કે ભગવાન રામના દરબારમાં નવ દિવસ સુધી વિવિધ દેવતાઓ અને નવ ગ્રહોની પૂજા સાથે દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. નવરાત્રી માટે વિશેષ પૂજા પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. હવન કુંડમાં દરરોજ આહુતિ પણ આપવામાં આવશે.
રામ નવમી પર લગભગ 40 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અનુસાર રામલલા 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી 20 કલાક દર્શન આપશે. મંદિરમાં ભોગ, શ્રુંગાર અને આરતી દરમિયાન ચાર કલાક સુધી પડદો નીચે રહેશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકો માટે દર્શન બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech