રાજકોટ પાસપોર્ટ કચેરીએ 700 જેટલા લોકોને ફરી તારીખ પે તારીખ

  • April 08, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લી ઘડીએ આંબેડકર જયંતિ ની રજા જાહેર થતાં પાસપોર્ટ કેન્દ્રના શેડ્યુલ માં 14 મી એપ્રિલ ની રજા ન હોવાથી એપોઇન્ટમેન્ટ અપાયા બાદ હવે આ મુદત કેન્સલ થઈ હોવાનો મેસેજ મળ્યો,હવે 25 દિવસ બાદ નવી તારીખ મળશે તો સમર વેકેશનની મજા બગડશે



14 મી એ આંબેડકર જયંતિ ની પાસપોર્ટ ઓફિસ દ્વારા રજા જાહેર થયા બાદ હવે જેમને પાસપોર્ટ માટે આ તારીખની એપોઇન્ટમેન્ટ મળી છે તેમના શેડયુલ ખોરવાઈ જતા હોબાળો મચી ગયો છે. આ તારીખે રાજકોટમાં પાસપોર્ટ માટે 700 જેટલી વ્યક્તિઓને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. હાલમાં સમર વેકેશનમાં ફરવા જવા માટે મોટાભાગના ટુરિસ્ટો દ્વારા પેકેજ બુકિંગ થઈ રહ્યા છે,



નવા પાસપોર્ટ અને પાસપોર્ટ માં સુધારા માટે ટુરિસ્ટો દ્વારા એપોઇન્ટમેન્ટ લેવામાં આવી હતી. જેમાં કચેરી દ્વારા 14 એપ્રિલ જેમને આપવામાં આવી હતી ત્યારે આંબેડકર જયંતિની રજા પાસપોર્ટ કેન્દ્રના શેડ્યુલ માં ન હોવાથી છેલ્લી ઘડીએ આ દિવસે રજા જાહેર કરાયા બાદ જે લોકોને મે મહિનામાં ફરવા જવું છે તેમની પાસપોર્ટ ની કામગીરી ખોરવાઈ ગઈ છે



ઉનાળામાં વિદેશ ફરવા જનારનો ટૂરિસ્ટ ટ્રાફિક વધતા પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ સેવા મહિનાના વિલંબ બાદ 15 મેની મળી રહી છે, હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે જેમને એક મહિનો રાહ જોયા બાદ 14 એપ્રિલની એપોઇન્ટમેન્ટ લીધી હતી તેવા તમામ અરજદારોને આજે પાસપોર્ટ કચેરીએથી મોબાઇલમાં આંબેડકર જયંતીને લઇ એપોઇન્ટમેન્ટ રિશેડ્યૂલ કરવાનો મેસેજ આવતા જ અરજદારો ટેનસનમાં મુકાઇ ગયા છે. હવે મુશ્કેલી એ ઊભી થઇ છે કે નવી તારીખ મળવામાં પણ બીજા 25 દિવસ જેટલો સમય લાગશે. ટુર ઓપરેટર ના જણાવ્યા મુજબ જે લોકો હવે મે મહિનામાં ફરવા જવા ઈચ્છે છે, જો તેમને પાસપોર્ટ નહીં મળે તો તેમના ફરવાના શેડ્યુલમાં ચેન્જીસ આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application