રાજકોટના બાલાજી મંદિરનો વિવાદ : ચબુતરો અને ભોજનાલય બંધ કરાતા લોકોમાં રોષ, કોન્ટ્રાકટર સાથે બબાલ 

  • April 24, 2023 03:17 PM 


રાજકોટ શહેરના ભુપેન્દ્ર રોહ પર કરણસિંહજી સ્કૂલના પટાંગણમાં બિરાજીત અને અસંખ્ય શ્રધ્ધાળુઓના આસ્થાના સ્થાન બાલાજી મંદિરનું સંચાલન કરતી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા અને લત્તાવાસીઓ વચ્ચેનો વિવાદ ફરી ગાયો છે. બાલાજી મંદિરના નવીનીકરણ નામે થઈ રહેલા નવા બાંધકામ સામે હાઈકોર્ટ સુધીના દ્રાર ખટખટાવાયા અને હાઈકોર્ટ દ્રારા બાંધકામ સામે કલેકટરને તપાસના આદેશ અપાયા છે. બાંધકામ ચાલુ રહેતા આજે લત્તાવાસી, રજૂઆતકર્તાઓ તેમજ ધાર્મિક સંસ્થાના સંચાલકો વચ્ચે ઘર્ષણ ઉભુ થયું છે. કોન્ટ્રાકટર સાથે બાંધકામ અટકાવવા મુદ્દે ચડભડ જરી હતી અને એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો. લત્તાવાસીઓ દ્રારા ડીઈઓ કચેરીએ પણ ધસી જઈને બાંધકામ રોકવા રજૂઆત કરાઈ હતી.





રાજાશાહી વખતની શહેરની ઐતિહાસિક ધરોહર ગણાતી હેરિટેજ ટાઈપ બાંધકામવાળી કરણસિંહજી હાઈસ્કૂલ આમતો સરકાર હસ્તગતની પ્રોપર્ટી છે. શાળાના પટાંગણમાં બાલાજી હનુમાનજીનું મંદિર છે જયાં રોજિંદા અસંખ્ય શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. બાલાજી મંદિરનું સંચાલન ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર દ્રારા કરવામાં આવે છે.





સ્વામિનારાયણ સંસ્થા દ્રારા મંદિરના પટાંગણવાળી કરણસિંહજી સ્કૂલ સરકાર પાસેથી શૈક્ષણિક હેતુસર કરારો સાથે સંભાળવામાં આવી હતી. શાળાનું સમગ્ર સંકૂલ સંચાલન, ધાર્મિક સંસ્થા પાસે આવ્યું હતું. શાળાના પટાંગણમાં રહેલુ બાલાજી મંદિર નવ નિર્મિત કરવા અને ત્યાં મોટુ બાંધકામ ઉભુ કરવા માટે ધાર્મિક સંસ્થા દ્રારા કામ આરંભાયું ત્યારબાદ ફરી વિવાદ ખડો થયો હતો અગાઉ ગણપતિ મહોત્સવ સમયે પણ ધાર્મિક સંસ્થા અને મહોત્સવના આયોજકો વચ્ચે જગ્યા આપવા ન આપવા માથાકૂટ થઈ હતી. આજે ફરી બાંધકામના મામલે સંસ્થા અને વિસ્તારવાસીઓ આમને સામને આવી ગયા છે.





બાલાજી મંદિરના નવા બાંધકામ સામે હાઈકોર્ટમાં ધનેશ સંજયભાઈ જીવરાજાની દ્રારા પિટિશન કરાઈ હતી જે અનુસંધાને હાઈકોર્ટે અરજકર્તાની જે રજૂઆતો છે તે ધ્યાને લઈ બાંધકામ અંગે તપાસ કરવા માટે કલેકટરને આદેશ આપ્યો છે.



ધનેશભાઈના એડવોકેટ રાજેશભાઈ જલુના જણાવ્યા મુજબ વિસ્તારના રહેવાસી ધનેશભાઈ દ્રારા બાંધકામ અટકાવવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ હતી અને ગત તા.૧૮–૪ના રોજ હાઈકોર્ટ દ્રારા બાંધકામની તપાસ માટે કલેકટરને તપાસ કરીને ચાર સાહમાં રિપોર્ટ કરવા માટે હુકમ કરાયો છે. બાંધકામ ચાલુ રહેતા આજે ફરી લતાવાસીઓ દ્રારા એકઠા થઈને શાળા સંચાલક માટે સરકાર દ્રારા જે તે સમયે મુકાયેલી ૧૨ શરતોનું પાલન કરાવવા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા માટે ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. એવી પણ વાત ચાલી હતી કે બાંધકામ અટકાવવા બાંધકામ સ્થળ પર જઈને રજૂઆત કરાઈ હતી. કોન્ટ્રાકટરને કામ બધં કરવા કહેવાયું હતું અને કામ અટકાવવા ઝપાઝપી પણ થઈ હતી. જો કે, ઝપાઝપી કે આવો કોઈ બનાવ એડવોકેટ જલુએ નકારી કાઢી કહ્યું કે, કોઈ સાથે માથાકૂટ નથી અમે માત્ર હાઈકોર્ટના હુકમનું પાલન કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ.





જયારે કરણપરા ગરબી મંડળ ઉપરાંત અન્ય હિન્દુ ધાર્મિક મહોત્સવનું આયોજન કર્તા ધાર્મિક મંડળના અગ્રણી કિરીટભાઈ પાંધીના કહેવા મુજબ આ શાળા રાજકોટની રાજાશાહી વખતની નમૂનેદાર શાળા છે. વિવેકસાગર સ્વામી અને સંસ્થાને શાળાનું માત્ર શૈક્ષણિક સંચાલન સોંપવામાં આવ્યું છે. સંચાલન સમયે જ સરકારે મુકેલી શરતોમાં શાળામાં સ્ટ્રકચરમાં કોઈપણ ફેરફાર કરવા નહીં, નવું બાંધકામ કરવું નહીં, સંકુલમાં શૈક્ષણિક હેતુ સિવાયના કોઈપણ સુદારા કરવા નહીં. શાળાનું સંચાલન હાથમાં આવ્યા બાદ ત્યાં ૫૦ વર્ષેાથી જૂનો ચબૂતરો કે જયાંરોજ હજારો પક્ષીઓ તૃષા છીપાય છે ચણ, પાણી મળી રહે છે તે ચબૂતરો તોડી પડાયો, શાળાના બાળકો માટેનું રમત–ગમતના મેદાનમાં બાંધકામ કરાયું, શાળાના બે રૂમ તોડી પડાયા આ ઉપરાંત વર્ષેાથી ચાલતા નિ:શુલ્ક અન્નક્ષેત્રને બધં કરાવવા પણ સંસ્થા દ્રારા ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યાના પણ આક્ષેપો પાંધી દ્રારા કરાયા છે.





આજે લતાવાસી મહિલાઓ, પુરુષો બાંધકામ ચાલુ હોવાથી એકઠા થયા હતા અને હાઈકોર્ટના હુકમનું પાલન કરાવવા ઉપરાંત સરકાર દ્રારા શાળાના સંચાલન સમયે મુકેલી શરતોનું પાલન કરાવવા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરાઈ હતી.




વિવાદ સંદર્ભે પિટિશનર રમેશભાઈના એડવોકેટ રાજેશભાઈ જલુએ વિશેષમાં કહ્યું હતું કે, ગત ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં કલેકટર તંત્રને બાંધકામ બાબતે રજૂઆતો કરાઈ હતી. આમ છતાં કલેકટર કે ડીઈઓ દ્રારા કોઈ કડક કાર્યવાહી કરાઈ ન હતી અને બાંધકામ ચાલુ રહેતા અંતે એપ્રિલ માસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ હતી. હાઈકોર્ટે તા.૧૮–૪ના રોજ આપેલા આદેશ બાદ કલેકટર તત્રં દ્રારા ચાર દિવસ પહેલા સ્થળ પંચનામુ કરાયું પરંતુ બાંધકામ હજી અટકતું નથી જે મુદે આજે ફરી રજૂઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાજી મંદિરના પ્રાંગણમાં ગત સાહે જ ધાર્મિક કાર્યક્રમ યોજાયા ભાજપના નેતઓ હાજર રહ્યા હતા અને શનિવારે મુખ્યમંત્રી દ્રારા બાલાજી મંદિરે સફાઈ કાર્યક્રમ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application