અંગત અને વ્યાવસાયિક જીવન બંને માટે કાર્યસ્થળ પર સીમાઓ નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું ન કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે અને તમે તમારા કાર્યમાં પણ અસર થાય છે તેથી કાર્યસ્થળ પર સીમા નક્કી કરવી જરૂરી છે. તમે કાર્યસ્થળ પર સહકર્મીઓ અથવા બોસને 'ના' કહી શકતા નથી અથવા તમને ન ગમતી કોઈ વસ્તુ વિશે તમે જણાવી શકતા નથી. તેથી કાર્યસ્થળ પર સીમાઓ નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમારા કાર્ય જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન રહે.
મહત્વનું કામ પેહલા કરો
કયું કામ વધુ મહત્વનું છે તે પહેલા કરો.જેથી કામ સમયસર પૂરું કરી શકો. અને તેના કારણે તમારા બોસ કે સહકર્મીઓ સાથે કોઈ અણબનાવ નહીં થાય. પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે તમે તમારા બોસ સાથે મીટિંગ કરી શકો છો, કયા કામને પહેલા કરવાની જરૂર છે
તરત જ 'ના' બોલો નહિ
ઘણા લોકો કોઈ પણ કામ માટે ના કહી દે છે. આવું કરવાથી તમારા બોસ સાથેના સંબંધો બગડી શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ એવું કામ છે જે તમે કરવા નથી માંગતા અથવા કોઈ કારણસર પૂર્ણ કરી શકતા નથી, તો તેના વિશે તમારા બોસને કહો અને તે કામ માટે અન્ય વિકલ્પ આપો. આનાથી બોસને ખબર રહેશે કે તમે કામમાં આળસ કરી રહ્યા નથી.
વાતચીત કરો
તમને કોઈ કામ પૂર્ણ કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ તમારથી તે કામ એક દિવસમાં પરું થઈ શકે તેમ નથી અને વધુ સમયની જરૂર છે , તેના વિશે તમારી ટીમ સાથે ખુલીને વાત કરો અને તમારી સમસ્યા જણાવો અને ઉકેલ શોધવા માટે વાત કરો. અને તમે તમારા બોસની મદદ લો . તેનાથી બોસ અને તમારા વચ્ચે કોઈ ગેરસમજ નહીં થાય.
કામની મર્યાદા સેટ કરો
તમે કેટલો સમય કામ કરશો અને તમે કેટલું કામ સંભાળી શકશો તે વિશે તમારી ટીમ અને બોસ સાથે સ્પષ્ટ વાત કરો જેનાથી તમે ઓછો તણાવ અનુભવ કરશો , જે તમારા વ્યાવસાયિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બધી વાત શેર ન કરો
સહકર્મીઓ સાથે તમારી લાગણીઓ અથવા અંગત જીવન વિશે વધુ પડતું શેર કરશો નહીં .માત્ર કાર્ય-સંબંધિત વાતચીત કરોઅને ઈ-મેલ દ્વારા વ્યવહાર રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech