રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરતના રૂ.૧૫ ને ગોંડલ, જેતપુર, જૂનાગઢના ર.૫૦થી ૭.૫૦ વધ્યા

  • August 01, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસટી બસનો ટિકિટ દર વધારો મધરાતથી અમલી: સવારથી જ કંડક્ટરો-મુસાફરો વચ્ચે માથાકૂટો




ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૦ વર્ષના લાંબા સમયગાળા બાદ મુસાફર ભાડાની ટિકિટના દર ૨૫ ટકા વધારવામાં આવતા હવે રાજકોટથી અમદાવાદ, વડોદરા અને સુરતના ટિકિટના ભાડામાં રૂ.૧૨થી ૧૫ નો વધારો થયો છે, જ્યારે રાજકોટથી ગોંડલ, જેતપુર અને જૂનાગઢની ટિકિટમાં રૂ.૨.૫૦થી ૭.૫૦ સુધીનો વધારો થયો હોવાનું એસટી બસ પોર્ટના સૂત્રોએ જણાવ્યું હતુ.



વિશેષમાં રાજકોટ એસટી બસ પોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે એસટી બસનો ટિકિટ દર વધારો ગત મધરાતે ૧૨ વાગ્યાથી અમલી થઈ જતા આજે સવારથી જ કંડક્ટરો-મુસાફરો વચ્ચે માથાકૂટો થઇ રહી છે. નવા ભાડા મુજબ ટિકિટ મશીન તૈયાર કરવામાં આવ્યા છે, અનેક રૂટમાં હાલ સુધી રાઉન્ડ ફિગર ભાડું હતું પરંતુ હવે ભાડું વધતા છુટા પૈસા લેવા દેવા મામલે પણ પારાવાર પરેશાની થઇ રહી છે. રાજકોટથી કયાનું ભાડું કેટલું વધ્યું તેની વિગતો ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઇબીટીએમ મશીનમાં નવા ટિકિટ દર ઇન્સ્ટોલ થઈ ગયા છે અને ગત રાત્રે ૧૨ વાગ્યાથી નવા દર અમલી બની ગયા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે રાજકોટ એસટી ડિવિઝન અને બસ પોર્ટ સહિતના ડેપોના અધિકારીઓ મોડી રાત્રી સુધી કચેરીમાં ઉપસ્થિત રહ્યા હતા અને મધરાતથી નવા ટિકિટ દરનો અમલ શરૂ કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application