રાજકોટ સિવિલને મળ્યું વધુ એક સ્કિન ડોનેશન : કુલ સાત ડોનેશન થકી 20થી વધુ દર્દીઓને સ્કિનનો લાભ

  • September 19, 2023 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલને મળ્યું વધુ એક સ્કિન ડોનેશન : કુલ સાત ડોનેશન થકી 20થી વધુ દર્દીઓને સ્કિનનો લાભ

રાજકોટ સિવિલ ખાતે કાર્યરત સ્કિન બેન્કને વધુ એક સ્કિન ડોનેશન મળતા હાલ સુધીમાં કુલ સાત લોકોનું સ્કિન ડોનેશન મળ્યું છે. સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રીવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ રિનેશભાઈ કોઠારીનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા સ્કિન ડોનેશનનો સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્કિન બેન્ક દ્વારા તેઓની સ્કિન લેવામાં આવી હતી.
    

સિવિલના ખાતે પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. મોનાલી માકડીયાએ સ્કિન બેન્ક ખાતે જમા સ્કિનની ઉપયોગીતા અંગે જણાવતા કહ્યું હતું કે, મૃતકના સરીર પરથી હાથ, પગ અને શરીરના કેટલાક ભાગ પરથી સહમતી મુજબ સ્કીન લેવામાં આવે છે. આ સ્કિન મેજર બર્ન્સના દર્દીઓ તેમજ ટ્રોમાના દર્દીઓમાં તેમજ બાયોલોજીકલ ડ્રેસિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આજ સુધીમાં સ્કિન બેન્કનો આશરે ૨૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે.
    

સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રીવેદીએ  સ્કિન ડોનેશનના ઉમદા કાર્ય  માટે વધુને વધુ લોકો આગળ આવે તેવી અપીલ કરી કહ્યું હતું કે, ઓર્ગન ડોનેશન થકી અનેક જરૂરિયતમંદ દર્દીઓને મદદરૂપ બની માનવીય કાર્યમાં સહભાગી બની શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application