જામનગર: કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બે ભઠ્ઠી પર દરોડા
દારૂ, આથો અને સાધનો જપ્ત : બે શખ્સ ફરાર: પીપળીમાં દારૂ અંગે રેઇડ
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન દેશી દારૂની બે ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા હતા જયારે પીપળીનેશમાં દેશી દારૂ અને આથો કબ્જે કરાયો હતો.
જામજોધપુરના બાવળીદળ સીમ જાંબુપાટનેશમાં રહેતા સુખજી ભીખા વિજાણી નામનો શખ્સ રામપર સીમ ખડખંભાળીયા ડેમ નદી કાંઠે ખરાબાની જગ્યામાં દેશી દારુની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો જેમાં ૨૬ લીટર દેશી દારૂ, ૮૬ લીટર આથો, ભઠ્ઠીના સાધનો સહિત ૮૦૩૦નો મુદામાલ મળી આવ્યો હતો જયારે આરોપી ભાગી ગયો હતો.
બીજો દરોડો બાવળીદળ ગામના મિયાજણ પીઠા વિજાણી નામનો ઇસમ આ વિસ્તારમાં ભઠ્ઠી ચલાવતો હોય જેથી કામગીરી દરમ્યાન ૨૪ લીટર દેશી દારુ, ૬૮ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી ૭૧૮૦નો મુદામાલ કબ્જે કરાયો હતો. દરોડા વખતે મિયાજણ ફરાર થઇ ગયો હતો.
લાલપુર પોલીસ દ્વારા પીપળી ચારણનેશમાં પુનીબેન બોધા ચારણને ત્યાં દરોડો પાડી ૫ લીટર દેશી દારુ, ૫ લીટર આથો કબ્જે કર્યો હતો.