ભારે ટ્રોલિંગ બાદ “આદિપુરુષ”માં થયા ધરમૂળથી ફેરફાર, સૈફનો દમદાર રાવણ લૂક થયો વાઇરલ 

  • May 10, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. જે લોકો આ ફિલ્મના ટીઝરથી નારાજ હતા તેઓ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના વખાણ કરી રહ્યા છે. ત્રણ મિનિટના ટ્રેલરને જોઈને લાગે છે કે મેકર્સે આ ફિલ્મના VFX પર ઘણું કામ કર્યું છે.

આદિપુરુષના ટ્રેલરમાં પ્રભાસ, કૃતિ સેનન અને બાકીની સ્ટાર કાસ્ટને સારી રીતે બતાવવામાં આવી છે, પરંતુ ચાહકોને ટ્રેલરમાં સૈફ અલી ખાનનો વધારે જોવા મળ્યો નથી. જો કે સૈફની એક ઝલક તેના લુકથી ફેન્સને કન્વીન્સ કરી ગઈ છે. ફિલ્મના ટ્રેલરમાં સૈફ ટીઝરથી અલગ જ દેખાય છે. ટ્રેલર રિલીઝ થયા બાદ જ સૈફના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
​​​​​​​

સૈફ અલી ખાનનો સંપૂર્ણ લુક બદલાઈ ગયો
આ ફિલ્મનું ટીઝર ઘણું ટ્રોલ થયું હતું. જે પછી મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ વધારીને તેના VFX પર ઘણું કામ કર્યું. જે ટ્રેલરમાં પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરમાં સૈફને એક નકલ કરનાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જે આ ટ્રેલરમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે ટ્રેલરમાં સૈફને જોઈને ફેન્સ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સૈફ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે.

જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.વાસ્તવમાં, ટીઝરમાં ભગવાન શ્રી રામના રૂપમાં પ્રભાસને જનોઈ વગર અને કૃતિ સેનનને સિંદૂર વગર માતા-સીતાના રૂપમાં બતાવવામાં આવ્યા છે. તે જ સમયે, રાવણ બનેલા સૈફ અલી ખાનનો મોડર્ન લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ટીઝર રીલિઝ થયા બાદથી જ સૈફને ફિલ્મમાં તેના લુક માટે ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની સરખામણી અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબ સાથે કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application