BREAKING NEWS

જામનગરમાં પાડોશીઓ વચ્ચે થયેલી બબાલમાં વળતી ફરિયાદ

  • June 19, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પાડોશીઓ વચ્ચે થયેલી બબાલમાં વળતી ફરિયાદ

દિ.પ્લોટ પ૮ માં દંપતિને માર મારીને ધમકી આપી

જામનગરના દિ.પ્લોટ પ૮ માં કડીયા કામની સિમેન્ટ કાંકરી પડતી હોય, જે મામલે પાડોશીઓ વચ્ચે માથાકુટ થઇ હતી, જેમાં વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હિંગળાજ ચોકમાં રહેતા જગદીશ રમણીકભાઇ નંદા (ઉ.વ.૪પ) ની બાજુમાં રહેતા તેના ભત્રીજા રોહિતના ઘરે કડીયા કામ ચાલુ હોય અને સિમેન્ટ કાંકરી ફરિયાદીના ઘર તરફ પડતી હોય જેથી ફરિયાદીએ આ બાબતે કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇને બોલાચાલી કરી હતી, ઉપરાંત ધોકા વડે ફરિયાદી જગદીશભાઇ પર હુમલો કરી ખંભાની પાછળ ઘા ઝીકી દીધો હતો. દરમ્યાન ફરિયાદીના પત્ની ત્યાં આવતા મહિલા આરોપીઓએ માર માર્યો હતો અને અન્ય આરોપીઓએ ફરિયાદી તથા તેમની પત્ની સાથે ઝપાઝપી કરી પથ્થર મારી ઉપરાંત મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.

જગદીશભાઇ નંદા દ્વારા આ બનાવ અંગે સીટી સી ડીવીઝનમાં દિ.પ્લોટ પ૮ હિંગળાજ ચોકમાં રહેતા રોહિત રામજી નંદા, નિકીતાબેન રોહિત નંદા, રીનાબેન ધવલ નંદા અને રેખાબેન રામજી નંદા આ ચારની વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application