BREAKING NEWS

શિક્ષકોના પ્રશ્ર્ને ખંભાળિયામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ધરણા 

  • June 20, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષકોના પ્રશ્ર્ને ખંભાળિયામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ધરણા 

૨૩ ઓગસ્ટ ૨૦૧૦ ના રોજ એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલી સંબંધિત અધિસૂચના તથા સર્વોચ્ચ ન્યાયાલયના તા. ૨૯ મે ૨૦૨૬ ના ચુકાદાના પરિપ્રેક્ષમાં વર્ષ ૨૦૧૦ પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ પ્રદાન કરવાને અનુલક્ષીને ગુરુવારે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ભારત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા ટેટ પરીક્ષા મુક્તિ માટે જિલ્લા સેવા સદન કલેકટર કચેરી નજીક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
​​​​​​​
સર્વોચ્ચ અદાલત દ્વારા ટેટ પરીક્ષા સંબંધિત સ્ટેટમેન્ટ આપતા ભારતના ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ પહેલા સેવામાં જોડાયેલ તમામ શિક્ષકો કર્મચારીઓએ ટેટ પરીક્ષા પાસ કરવી, જે કુદરતી ન્યાય પ્રણાલીની વિરુદ્ધ છે. જેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી અને શિક્ષણ મંત્રીને ભારતના દરેક જિલ્લા મથક સાથે ખંભાળિયા ખાતે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સાથે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માતૃ શક્તિ અને શિક્ષકો જોડાયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News