JMC:૨૦૦૬થી બાકી મિલ્કતવેરા ઉ૫ર જાહેર થયેલ ૧૦૦% વ્યાજમાફીનો બહોળો લાભ લેતા શહેરીજનો

  • March 10, 2023 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા ઘ્વારા ૨૦૦૬ ૫હેલાની તથા ૨૦૦૬થી બાકી મિલ્કતવેરા ઉ૫ર જાહેર થયેલ ૧૦૦% વ્યાજમાફીનો બહોળો લાભ લેતા સુજ્ઞ શહેરીજનો (છેલ્લી તક)

જામનગર મહાનગરપાલિકા ઘ્વારા ૨૦૦૬ (તા.૩૧/૩/૨૦૦૬ સુઘી) સુઘી રેન્ટબેઇઝ ૫ઘ્ઘતિ મુજબ તથા ૨૦૦૬ થી (તા.૧/૪/૨૦૦૬ થી) કારપેટબેઇઝ ૫ઘ્ઘતિ મુજબની બાકી મિલ્કત વેરાની રકમ ઉ૫ર ૧૦૦% વ્યાજ માફી યોજના તા.૧૫/૨/૨૦૨૩ થી તા.૩૧/૩/૨૦૨૩ સુઘી જાહેર કરવામાં આવેલ છે.



આ ૧૦૦% વ્યાજ માફી યોજના અંતર્ગત તા.૯/૩/૨૦૨૩ સુઘીમાં કુલ-૩,૦૩૧ લાભાર્થીઓ ઘ્વારા મિલ્કત વેરા રૂ.૨.૨૪ કરોડ ભરપાઇ કરી રૂ.૧.૫૦ કરોડ વ્યાજમાફીનો લાભ મેળવેલ છે, જયારે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત આજદિન સુઘીમાં મિલ્કત વેરાની કુલ રૂ.૬૪.૯૨ કરોડની વસુલાત થવા પામેલ છે.  



ચાલુ માસ એટલે કે માહે માર્ચ-૨૦૨૩ (તા.૩૧/૩/૨૦૨૩ સુઘી) સુઘી આ ૧૦૦% વ્યાજ માફી યોજના ચાલુ હોય, આ યોજના પૂરી થવામાં અંદાજે ર૦ દિવસ જેટલો સમય બાકી હોય, તમામ મિલ્કતઘારકોને આ ૧૦૦% વ્યાજ માફી યોજનાનો લાભ લઇ વ્યાજના ભારણથી અને રીકવરીની કડક કાર્યવાહીથી બચવા બાકી મિલ્કત વેરો ભરપાઇ કરવા આથી જાણ કરવામાં આવે છે. 



જામનગર મહાનગરપાલિકા ઘ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના વાર્ષિક મિલ્કત વેરા / વોટરચાર્જનાં બીલોની ડોર-ટુ-ડોર બજવણીની કામગીરી પૂર્ણ થયેલ હોય, જે મિલ્કતઘારકો / ઓ૫ન પ્લોટઘારકોને બીલ ન મળેલ હોય તેઓએ જુના વેરા બીલ અથવા ૫હોંચ કે બીલનો કોઇ૫ણ આઘાર સાથે રાખવાથી બીલની રકમ ભરપાઇ કરી શકશે તેમજ જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamngar.com ૫રથી ૫ણ ચાલુ નાણાંકીય વર્ષનું બીલ ડાઉનલોડ કરી શકશે. 



મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં (૧) મુખ્ય કેશ કલેકશન વિભાગ (ર) સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે તેમજ જામનગર શહેરની એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓ૫રેટીવ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં ૫ણ ભરપાઇ કરી શકાશે. તદઉ૫રાંત, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ૫રથી ૫ણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને ર% ડીસ્કાઉન્ટ (વઘુમાં વઘુ રૂ.ર૫૦/-) આ૫વામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application