BREAKING NEWS

જામનગર: પશ્ર્ચિમ બંગાળની દીકરીએ બનાવેલું પ્રધાનમંત્રીનું પોટર્રેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

  • May 11, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પશ્ર્ચિમ બંગાળની દીકરીએ બનાવેલું પ્રધાનમંત્રીનું પોટર્રેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અવસરે જામનગરમાં રહેતી પશ્ર્ચિમ બંગાળની આવરી નામની દીકરીએ વડાપ્રધાનનું સુંદર પેન્સિલ પોટર્રેટ બનાવી પોતાની કલાની પ્રતિભા વ્યક્ત કરી હતી.

લાલબંગલો સર્કલ ખાતે યોજાયેલા વડાપ્રધાનના અભિવાદન સમારોહમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેલી યુવતીએ હાથથી તૈયાર કરેલું સ્કેચ રજૂ કરતાં લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું હતું. વડાપ્રધાન પ્રત્યેનું લાગણીસભર સન્માન અને દેશપ્રેમ યુવતીની આ કૃતિમાં ઝળહળી ઊઠ્યો હતો. સ્થળ પર ઉપસ્થિત લોકોએ યુવતીની કલાને બિરદાવી હતી. વડાપ્રધાનના આગમનને લઈ જનસભા સ્થળે દેશભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application