કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યાનું પોલીસ તત્કાલ નિરાકરણ લાવે: ચેમ્બર ઓફ કોમર્સ મેદાને

  • August 03, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિક ડીસીપી યાદવને વેપારી મહાજનોની લેખિત રજુઆત: બેરીકેડ મૂકી રસ્તા બધં કરાતા હોય છેક મહિલા કોલેજ ચોક સુધી ટર્ન લેવા જવું પડે છે: વેપાર–ધંધાને અસર, વાહનચાલકો ત્રાહિમામ




રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા શહેરના કાલાવડ રોડ ઉપરના કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવવા નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) પૂજા યાદવ સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે.





વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસના ડીસીપીને પાઠવેલા અસ્વેદનપત્રમાં જણાવ્યું છે કે શહે૨માં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન ઘેરી બનતી જાય છે ત્યારે તેનું નિવા૨ણ લાવવા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સઘન પ્રયાસો ક૨ી ૨હયું છે જે સરાહનીય છે. તાજેત૨માં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રા૨ા કેકેવી ફલાય ઓવર બ્રીજનું લોકાર્પણ ક૨વામાં આવેલ છે જે થકી કાલાવડ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ખુબ જ હળવી બની જશે તેવું અમાં માનવું છે પરંતુ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્રારા લેવાતા અમુક નિર્ણયોને કારણે આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધવા પામી છે.



શહેરના મેટોડા જીઆઈડીસી તથા આસપાસના ઈન્ડસ્ટ્રીયલ એરીયાઓમાં હજારોની સંખ્યામાં ઔઘોગીક એકમો કાર્ય૨ત છે તેમજ દિવસ રાત આ રોડ ઉપર રાહદારીઓની સતત અવર–જવર રહે છે. ત્યારે આવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવવા–જવા માટે કાલાવડ રોડ મુખ્ય માર્ગ ગણાય છે. મેટોડાથી પરત ફરતા શહેરની અંદર પ્રવેશતા કેકેવી ફલાય ઓવરબ્રીજ ઉતરી રાહદારીઓને અન્ય સોસાયટીમાં જવા માટે ટર્ન લેવો પડે ત્યા૨ે કેકેવી ફલાય ઓવ૨બ્રીજ ઉત૨ી પ્રિન્સેસ સ્કુલ, અનતં કોમ્પલેક્ષ ચોકમાં જે ડિવાઈડરની વચ્ચે ગેપ છે ત્યાં બેરીકેડ મુકી બધં કરી દીધેલ છે. જેના કા૨ણે રાહદારીઓને કોટેચા ચોક સુધી જઈ ત્યાંથી ટર્ન લઈ પાછું આવવું પડે છે. જયા૨ે કોટેચા ચોકમાં જતા ત્યાં પણ ટ્રાફિક જામ થવાની સમસ્યા રહેતી હોય છે અને વધુમાં કોટેચા ચોકમાં હાલ ડિપાર્ટમેન્ટ દ્રારા સાંજના સમયે ગમે ત્યારે બેરીકેડ મુકી રસ્તો બધં ક૨ી દેવામાં આવશે તેવું જાણવા મળેલ છે. જે માટે લોકોને મહિલા ચોક સુધી જઈ ત્યાંથી ટર્ન લઈ પાછું ફરવું પડે છે.





આવા આંટીઘુંટીવાળા નિર્ણયોને કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તેથી કેકેવી ફલાય ઓવરબ્રીજ ઉત૨ી પ્રિન્સેસ સ્કુલ, અનતં કોમ્પલેક્ષ ચોકમાં જે વચ્ચે બેરીકેડ મુકી બધં કરી દિધેલ છે તે તાત્કાલીક દુ૨ ક૨ી થોડા અંતરે સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. સાથો સાથ કોટેચા ચોકમાં જે ટ્રાફિક જામ થવાની કાયમી સમસ્યા રહે છે તો તેનું પણ યોગ્ય નિરાકરણ લાવી રાહદારીઓને મુશ્કેલી ન ભોગવવી પડે તેવી વ્યવસ્થા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની માંગણી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application