નાના વેપારીઓ માટે બની આશીર્વાદરૂપ સમાન બનતી ‘પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ’ યોજના
પી.એમ.સ્વનિધિ યોજના થકી ખંભાળિયાના જીગ્નેશભાઈના વ્યવસાયને મળ્યો વેગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, વંચિતો તેમજ છેવાડાના નાના માં નાના માનવી આત્મનિર્ભર થઈ શકે તે હેતુથી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી જ કેન્દ્ર સરકારની 'પી.એમ. સ્વનિધિ યોજના' જેના દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને રેકડીધારકોના આર્થિક સ્થિતિ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા રહેવાસી જીગ્નેશભાઈ ચંદરાણા.
જીગ્નેશભાઈ ચંદરાણાએ જણાવ્યુ કે, હું છેલ્લા ૧૮ વર્ષથી ખંભાળિયા ખાતે ઇલેક્ટ્રોનિક વસ્તુ વેચવાનું કામ કરું છું. મને જાણવા મળ્યું કે નગરપાલિકામાં ફેરિયા અને રેકડીધારકો માટે પી.એમ. સ્વનિધિ યોજના કાર્યરત છે. જેમાં નાના વેપારીઓને ખૂબ જ ઓછા વ્યાજદરે લોન મળે છે. જેથી મેં નગરપાલિકામાં NULM શાખાનો સંપર્ક કર્યો અને યોજનાના ફાયદા વિશે જાણકારી મેળવી હતી.
આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રોનિક વસ્તુની રેકડી માટે લોનની અરજી કરી પ્રથમ લોન ૧૫ હજાર, બીજી લોન માટે ૨૫ હજાર તથા ત્રીજી લોન માટે ૫૦ હજાર એમ તબક્કા વાર લોન મળી છે. આ યોજનામાં માત્ર લોનધારકોને માત્ર લોન જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડની પણ સુવિધા ઉપલબ્ધ છે જેનો લાભ મેં પણ મેળવ્યો છે.
પી.એમ. સ્વનિધિ યોજનાથી અમારા જેવા રેકડી ધારકોને ઘણો ફાયદો મળ્યો આ યોજના નાના વેપારીઓ માટે ઘણી આશીર્વાદરૂપ છે. હું પહેલા સામાન્ય રેકડી ચલાવતો લોન માળિયા બાદ રેકડી માં વધારે માલ ભરીને વ્યવસાય કરું છું. આ યોજનાના લાભથી મારુ ઘર ને ગુજરાન સારી રીતે ચાલે છે પી.એમ. સ્વનિધિ યોજનાનો લાભ આપી મને વેચાણમાં મને આગળ વધવાની તક મળી છે જેના માટે હું કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.