વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે દ્વારકાના ઊંડા સમુદ્રમાં સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું. સૂત્રો મુજબ તેમણે સમુદ્રમાં ડૂબેલી પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા. તેમણે કહ્યું કે આ અનુભવે મને ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડો સંબંધ રજૂ કર્યો. તે ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે મોરનાં પીંછાઓ પણ સમુદ્રમાં લઈ ગયા હતા.
પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, 'દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.
આજે વહેલી સવારે વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકા ખાતે મંદિરની મુલાકાત લીધી હતી. અહીં દર્શન કર્યા બાદ તેમણે ઓખાથી બેટ દ્વારકા ટાપુને જોડતા 2.32 કિલોમીટર લાંબા દરિયાઈ પુલ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, જેનો શિલાન્યાસ PM મોદીએ 2017માં કર્યો હતો. 900 કરોડથી વધુના ખર્ચે આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરની પણ મુલાકાત લીધી હતી. તેમણે અહીં પૂજા અર્ચના કરી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પીએમએ દાન પણ આપ્યું હતું. તેમણે દ્વારકા પીઠના શંકરાચાર્યની પણ મુલાકાત લીધી હતી અને તેમને પુષ્પમાળા અર્પણ કરી હતી. શંકરાચાર્યએ પીએમને અંગવસ્ત્ર અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી. આ પછી પીએમ બોટમાં બેસીને દરિયાની વચ્ચે ગયા અને ડૂબેલી પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીરપુરમાં આજે બીજી દિવાળી: જલારામ જયંતીએ હજારો ભાવિક ભકતો ઉમટયા
November 08, 2024 09:35 AMસોમનાથ-ભાવનગર ફોર ટ્રેકનું અધૂરૂ કામ છતાં 63 કિમીમાં 3 ટોલનાકા
November 08, 2024 09:33 AMટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech