લોકો કરી રહ્યા હતા શવાસન, પાસેથી પસાર થતા વ્યક્તિએ ફોન કરીને બોલાવી પોલીસ

  • September 12, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રિટનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાત્રે યોગા ક્લાસમાં કેટલાક લોકો યોગ કરી રહ્યા હતા. ટ્રેનરે દરેકને આંખો બંધ કરીને તેમની પીઠ પર જમીન પર સૂવાનું કહ્યું. પરંતુ નજીકમાં જ કેટલાક લોકોએ આ દ્રશ્ય જોયું અને વિચાર્યું કે કદાચ કોઈ ઘટના બની છે અથવા ગોળીબાર જેબુ કઈ થયું છે અને બધાની હત્યા કરવામાં આવી છે. તેણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.


લિંકનશાયરના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે એક કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ ખૂબ જ નર્વસ હતી. કહ્યું, અહીં સામૂહિક ગોળીબાર થયો છે અને ઘણા લોકોની હત્યા કરવામાં આવી છે. જ્યારે પોલીસ દોડતી ઘટનાસ્થળે પહોંચી તો તેણે જોયું કે લોકો યોગ કરી રહ્યા છે. તે સમયે તેઓ શવાસન મુદ્રામાં હતા. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે તમામ સુરક્ષિત છે. અમે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં કારણ કે કોલ સારા ઈરાદાથી કરવામાં આવ્યો હતો.


યોગ શિક્ષક મિલી લોજે કહ્યું, જ્યારે પોલીસે આવીને ગોળીબારની વાત કરી તો પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. પાછળથી મને પણ જાણીને નવાઈ લાગી. તે સમયે હું સીસ્કેપ કાફેમાં સાત લોકોને યોગ શીખવી રહી હતી. બધાની આંખો બંધ હતી. ત્યાં ખૂબ જ અંધારું હતું અને માત્ર મીણબત્તીઓ જ સળગી રહી હતી. મિલી લોજે જણાવ્યું કે ત્યારબાદ તેણે કેટલાક લોકોને કાચની બારીમાંથી ડોકિયું કરતા જોયા. પરંતુ થોડી જ ક્ષણોમાં તેઓ ચાલ્યા ગયા. હું તેમને ભૂલી યોગમાં ધ્યાન આપવા લાગી અને થોડી વારમાં જ પોલીસ આવતા અમે ચોકી ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application