આ રાશિના જાતકોએ વૈવાહિક જીવનમાં આપવું ખાસ ધ્યાન, જાણો કેવુ રહેશે તમારું આ સપ્તાહ

  • October 29, 2023 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ સમય દરમિયાન સુર્યનું ભ્રમણ તુલા રાશિમાં રહેશે. જયારે ચંદ્રનું ભ્રમણ મીન, મેષ, વૃષભ અને મિથુનમાં રહેશે. મંગળનું ભ્રમણ તુલામાં રહેશે. બુધ તુલામાં, ગુરૂ મેષમાં, શુક્ર સિંહમાં તા.૩ નવેમ્બરના રોજ શુક્ર કન્યામાં પ્રવેશ કરશે. શનિ કુંભમાં ભ્રમણ કરશે. રાહુ મેષમાં રહેશે જે તા.૩૦-૧૦ના દિવસે રાશિ પરિવર્તન કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. કેતુ પણ તા.૩૦ના રોજ રાશિ પરિવર્તન કરશે અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, હષલ મેષમાં, નેપચ્યુન મીનમાં અને પ્લુટો મકરમાં ભ્રમણ કરશે.


મેષ

સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તનની ઇચ્છા ફળે. વ્યવસાયમાં મહત્વના ફેરફારો થાય. મિલકતમાં ન ધારેલી અનુકૂળતા. શેર સટ્ટામાં લાભા. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા. ધાર્મિક કાર્યની ઇચ્છા ફળે.

પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય, ખર્ચ રહે. સ્વાર્થવૃત્તિને ટાળવાથી મનગમતા લાભો મેળવશો. પ્રતિષ્ઠlમાં વધારો થાય. ગુસ્સાને લઇને મળતો લાભ ન ગુમાવો તેનું પણ ધ્યાન રાખજો. અંધશ્રધ્ધાથી દૂર રહેજો. નવી ઓળખાણથી લાભ રહે. નકારાત્મક વિચારો ટાળજો. પ્રોત્સાહિત કરે તેવા મિત્રોનું માર્ગદર્શન લેવું. વિદેશ જવાની તક મળે. રાજકીય વ્યક્તિથી લાભ રહે.

વૃષભ

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં નવું રોકાણ ન કરવું. નોકરીમાં બદલીના ચાન્સ. સરકારી કાર્યોમાં સાવધાની જરૂરી. શેર સટ્ટામાં જાળવવું. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયો ન લેવા. અપરણીતોને સફળતા રહે.

કર્જ ન થાય તે બાબત સાવધાની જરૂરી. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેજો. એલકર્જીક બિમારીથી જાળવવું. સીઝનલ ધંધાથી લાભ રહે. ઉધારીથી દૂર રહેજો. અટકતા કાર્યો આગળ વધે. રોજીંદા કાર્યોમાં ધ્યાન દેજો. મહત્વના કાર્યોમાં અંગત ધ્યાન દેજો. જુના મિત્રોની મુલાકાતથી મનમાં ઉત્સાહ રહે. યાત્રા પ્રવાસનું આયોજન સફળ થાય.

મિથુન

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં નાણાકીય મુશ્કેલી, નોકરીમાં ટેન્શન, નવી ઓફર પણ આવે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. સગાઇના કાર્યોમાં ચીવટ રાખીને નિર્ણયો લેવા. યાત્રા પ્રવાસનું આયોજન થાય. ગુસ્સો ટાળવો.

આર્થિક બાબતમાં સર્તકતા રાખવી. મેરેજ લાઇફમાં યેનકેન પ્રકારે મતભેદ રહે. નોકરી બાબત નવી ઓફર પણ આવે. અહીં નિર્ણયો બાબત સર્તકતા કેળવજો. લાલચથી દૂર રહેજો. ભાઇ-બહેનો સાથે સુમેળ વધારવો. જુના મિત્રોની મુલાકાતથી માનસિક ઉત્સાહ વધવાનો. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્ર પ્રવાસનું આયોજન થાય.

કર્ક

સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલીની શકયતા. વ્યવસાયમાં સફળતા. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતમાં અનુકૂળતા. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા રહે. લખાણ દસ્તાવેજોના કાર્યમાં સફળતા.

સતત તનાવમાં રહેવાના છો. ગુસ્સાને કાબૂમાં રાખજો. જીવનસાથીનો સહકાર મળે. પરિવારના સભ્યો સાથે વિદેશ જવાની કે રમણીય સ્થળે પ્રવાસ કરવાની ઇચ્છા ફળે. કોઇ આયોજન થાય. આધ્યાત્મિક વલણને અપનાવો. સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફોથી જાળવવું. પ્રિયપાત્રની મુલાકાત થાય.

સિંહ

વ્યવસાયમાં પ્રતિકુળતા રહે, નોકરીમાં કાર્યભાર રહે ચીવટપૂર્વક કાર્ય કરવું. શેર સટ્ટામાં જાળવવું બીજાની જવાબદારી ન લેવી. મિલકતના પ્રશ્નોમાં લાભ, વિદેશ જવાની ઈચ્છા ફળે.

કારણ વગરના વીચારોથી પરેશાની રહે સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફોથી જાળવવું, સરકારી કાર્યોથી દૂર રહેવું, આત્મવિશ્વાસ વધારવો, સામાજિક સંસ્થામાં સારો હોદો મળવાનો, કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ. કર્મચારી વર્ગ સાથે મહત્વની મિટીંગનું આયોજન થાય.

કન્યા

નોકરીમાં સફળતા રહે. વ્યવસાયમાં પ્રગતિ, આર્થિક લાભ, શેર સટ્ટામાં અનુકુળતા, સગાઈ-લગ્નના કાર્યો આગળ વધે. નવી ઓળખાણથી લાભ. સામાજિક પ્રતિષ્ઠ । વધે. કાનુની પ્રશ્નો ટાળવા.

લગ્નજીવનમાં થયેલા મતભેદો દૂર થાય. યુવાવર્ગને રોમાન્સમાં સફળતા. અધિકારી વર્ગનો સાથ સહકાર સારો રહે. સ્થાનફેર, સ્થળાંતરની ઈચ્છા ફળવાની. ઓફિસમાં રિનોવેશન થાય, પાડોશી સ્નેહીજનોસાથે સુમેળ રાખવો. સંગીત, કલાક્ષેત્રે રૂચી વધવાની. આધ્યાત્મ્યિ વિચારોમાં વધારો થાય.

તુલા

વ્યવસાયમાં ન ધારેલો લાભ. પ્રતિષ્ઠ । વધે. નોકરીમાં મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં જાળવવું. મિલકતમાં વૃધ્ધિ થાય. ગુસ્સાને ટાળવો. સ્થળાંતરની ઈચ્છા ફળે.

કારણ વગરના વિચારોને ટાળજો. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફ હોય તેઓએ જાળવવું. ભાગ્યોદયની તક માટે સારો સમય. સામાજીક પ્રતિષ્ઠ ૫ વધવાની. મેરેજ લાઈફમાં ગેરસમજો ટાળવી. આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવા. ભાઈઓ બહેનો સાથે સુમેળ વધવાનો.

વૃશ્વિક

નોકરીમાં સફળતા રહે વ્યવસાયમાં મનગમતા ફેરફારો શક્ય બને. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. શેર સટ્ટામાં સાવધાની રાખવી. સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા.

અટકતા કાર્યોને વેગ મળે. ઉધારી ધંધાથી દૂર રહેજો. બેન્ક લોનના કોઈ પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત જાળવવું. રાજકીય લાભ મળવાનો. લખાણ દસ્તાવેજોના કાર્યમાં અનુકુળતા રહે. હરીફો ઉપર વર્ચસ્વ વધારવાના પ્રયત્નો ફળવાના, કાર્યની કદર થવાની. સંતાનોનો સહયોગ રહેવાનો.

ધન

નોકરીમાં પરિવર્તન ન કરવું કાર્યભાર રહે. વ્યવસાયમાં નવી વ્યક્તિનું જોડાણ થાય, શેર સટ્ટામાં જાળવવું, વીલ વારસાના પ્રશ્નો ટાળવા, સગાઈનું કાર્ય લંબાય, યાત્રા પ્રવાસમાં જાળવવું. સરકારી કામોમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્ય બાબત જૂની તકલીફોને લઈને ટેન્શન રહે. આત્મવિશ્વાસ વધવાથી લાભ રહે. ગુસ્સાને લઈને કોઈ સારો લાભ ન ગુમાવો તે બાબત ધ્યાન રાખજો. ઉધારી ધંધાથી જાળવવું. મોસાળથી સારો લાભ મળવાનો. નવા કાર્યમાં બેન્કને લગતા કાર્યોમાં અનુકુળતા વધવાની.

મકર

વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળે. નોકરીમાં કાર્યભાર રહે. વ્યવહારીક અભિગમ અપનાવવાથી અનુકુળતા વધે. શેર સટ્ટામાં જાળવવું. મિલકતથી લાભ સગાઈ લગ્નના કાર્યોમાં ભાગીદારી ધંધો ધરાવતા હોય તેઓએ ભાગીદારોને સહકાર દેવો. પ્રિયપાત્ર સાથે મતભેદો ટાળવા. વડીલ વર્ગને સમજવાની કોશીષ કરવી. ઈલેકટ્રોનીક ચીજવસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. લોખંડ, કેમીકલ, ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીને લાભ રહે. ભાઈ બહેન કે મિત્ર વર્તુળ સાથે સહયોગની ભાવના રાખવી.

કુંભ

વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં મનગમતું કાર્ય મળે Åશેર સટ્ટામાં સફળતા મિલકતની ઈચ્છા ફળે. સગાઈના કાર્યમાં ઉતાવળ ન કરવી. અચાનક ન ધારેલો લાભ, આર્ટલાઈનમાં અનુકુળતા.

મનગમતી વ્યકિતની મુલાકાત થાય મહત્વના નિર્ણયો કોઈની સલાહ લઈ લેજો. કોર્ટ કેસના પ્રશ્નોમાં સફળતારહે. વીદેશથી લાભ, ગ્રહોનું ભ્રમણ લાભદાયક સંકેતો આપે છે. ભાઈ બહેનો સાથે સુમેળ વધવાનો, આત્મવિશ્વાસ વધવાનો. નવી ઓળખાણ બાબત જાળવવું. તમારો કોઈ ગેર લાભ ન લે તેનું ધ્યાન રાખવું.

મીન

નોકરી પ્રમોશન, બદલીના ચાન્સ, વેપારમાં નવી એજન્સીથી લાભ રહે. આવકનું પ્રમાણ વધે. શેર સટ્ટામાં લાભ રહે. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. લગ્ન ઈચ્છુકોને અનુકુળતા રહે.

અટવાયેલા કાર્યો આગળ વધે. સહકાર્યકરોનો સહકાર રહે. રાજકીય વ્યકિત સાથેના સંબંધો ગાઢ બને. સામાજીક કાર્યમાં અનુકુળતા રહે. આધ્યાત્મિક વિચારો પ્રબળ બનવાના. બીજાને મદદ કરવાની ઈચ્છા રહે. તમોને સમજી શકે તેવી વ્યકિત સાથે સબંધો ગાઢ બનાવવા. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે યાત્રા પ્રવાસનું આયોજન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application