આખાં સૌરાષ્ટ્રમાં ચોમાસાં જેવું સાર્વત્રિક માવઠું

  • April 29, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે સવારે છ વાગ્યે પુરા તા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૦ તાલુકામાં વરસાદ યો હોવાની સત્તાવાર જાહેરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવી છે. તો બીજી બાજુ આજે સવારી ફરી રાજ્યના ૩૮ તાલુકામાં વરસાદ ચાલુ ઈ ગયો હોવાનું કંટ્રોલરૂમ જણાવે છે.



કંટ્રોલરૂમના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે સવારે ૬:૦૦ ી ૮:૦૦ વાગ્યા દરમિયાન રાજકોટ જુનાગઢ ગીર સોમના અમરેલી ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દ્વારકા અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ શરૂ ઈ ગયો છે. સૌી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૩૮ કોટડા સાંગાણીમાં ૨૦ અને જામકંડોરણામાં ૨૦ મીમી યો છે. જુનાગઢ કોડીનાર અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ યો છે. 



કેશોદ, મેંદરડા સુત્રાપાડા વડીયા ધોરાજી જેતપુર ગીર ગઢડા જસદણ વંલી વિસાવદર વેરાવળ ઉપલેટા અમરેલી માણાવદર અને દ્વારકા તાલુકામાં પણ વરસાદ સવારી શરૂ યો હોવાનું પ્રતિનિધિઓના સંદેશામાં જણાવ્યું છે.
ગીર સોમના જિલ્લાના કોડીનારમાં દોઢ અને સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.


 
સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામે ગઈકાલે સાંજે બકરા ચરાવવા નીકળેલા કચરાભાઈ ભરવાડ પર વીજળી પડતા તેનું મૃત્યુ યું છે. મોરબીમાં તોફાની પવન ફુકાવાના કારણે અનેક ફેક્ટરીઓના પતરા ઉડી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application