પઠાણને મળ્યો સરકારનો સાથ, હર્ષ સંઘવીના આશ્વાશન બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થશે રિલીઝ

  • January 19, 2023 06:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આજે બજરંગ દળના નેતાઓએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં ફિલ્મ રિલીઝ થવા નહીં દે, હવે આ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થિયેટરોમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગૃહ રાજ્યપ્રધાને આ આશ્વાસનનો દાવો મલ્ટીપ્લેક્સ એસોસિએશને કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.  તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે.


સૂત્રો મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગુજરાત અને દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.  તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. ત્યારે એસોસિએશનના હોદ્દેદારોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માંગણી કરી,મુલાકાત બાદ હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો એસોસિએશનના પ્રમુખે કર્યો.


મહત્વપૂર્ણ છે કે ફિલ્મના વિરોધની જાહેરાતને પગલે થિયેટર માલિકો ફિલ્મ રજૂ કરવા મુદ્દે દ્વિધામાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application