સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ની દુનિયાભરમાં ખૂબ જ બોલબાલા છે. દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની 'RRR'એ સૌના દિલ જીતી લીધા છે. 'R R R'ની સાથે આ ફિલ્મના સુપરહિટ ગીત નાટુ નાટુના કારણે 'R R R'ના આ ગીતને 95માં ઓસ્કાર એવોર્ડમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.
આ વખતે 95મો ઓસ્કાર એવોર્ડ સમારોહ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં યોજાવાનો છે, જેમાં વિશ્વભરમાંથી ફિલ્મી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. બધાની નજર આ વખતે ભારતીય ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ -નાટુ' પર રહેશે. જે આ વખતે એકેડેમી એવોર્ડ્સ 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. જો આપણે 'RRR' ના સુપરહિટ ગીત ના ગાયકોની વાત કરીએ તો તેને દક્ષિણ સિનેમાના પ્રખ્યાત ગાયકો રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ એ ગાયું છે. આવી સ્થિતિમાં 'નાટુ -નાટુ' ગીતના ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ પણ ઓસ્કાર નાઈટ દરમિયાન લાઈવ પરફોર્મન્સ આપશે.
તાજેતરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ ગોલ્ડન ગ્લોબ 2023માં, 'RRR'નું ગીત 'નાટુ -નાટુ' જીત્યું હતું. 'નાટુ -નાટુના સંગીતકાર એમએમ કીરાવાણીને આ ગીત માટે આ વિશેષ એવોર્ડ મળ્યો હતો. આવી સ્થિતિમાં, ઓસ્કારમાં શોર્ટલિસ્ટ થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફિલ્મ જગતના આ સૌથી મોટા એવોર્ડ શોમાં 'RRR' (RRR)નું 'નાટુ -નાટુ' ભારતને ગૌરવ અપાવી શકે છે. 'નાટુ -નાટુ' સિવાય પ્રખ્યાત પોપ સિંગર્સ લેડી ગાગા, મિત્સ્કી, ડેવિડ બાયર્ન અને રિહાનાના ગીતોને પણ ઓસ્કાર 2023ની બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજંગલેશ્ર્વરમાં ઓરડીમાં છૂપાવેલો ૫૧ કિલો ગાંજા સાથે બે ઝબ્બે: એકનું નામ ખુલ્યું
September 16, 2024 12:18 PMચોટીલામાં પ્રાત અધિકારીને આવેદન રૂબરૂ આવવાનું આપ્યું નિમંત્રણ
September 16, 2024 12:17 PMકાયમી ઉધરસમાંથી છુટકારો મેળવવા અપનાવો ઘરગથ્થું ઉપચાર
September 16, 2024 12:16 PMહૃતિક રોશને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે કરી ગણપતિ આરતી, બ્રેકઅપની અફવાનો અંત
September 16, 2024 12:15 PMજૂનાગઢના શિક્ષકો સાથે સાયબર ફ્રોડ: એડવાન્સ પેમેન્ટથી ચણિયાચોળી મગાવ્યા, નીકળ્યો શર્ટ
September 16, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech