હૃતિક રોશને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે કરી ગણપતિ આરતી, બ્રેકઅપની અફવાનો અંત

  • September 16, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેલેબ્સના બ્રેકઅપ કે ડિવોર્સના સમાચાર દરરોજ આવતા રહે છે. હૃતિક રોશન અને સબા આઝાદના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. જો કે કપલએ આ અહેવાલો પર મૌન સેવ્યું હતું પરંતુ હવે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કહી શકાય છે કે આ કપલ વચ્ચે હજુ પણ એટલો જ પ્રેમ છે જેટલો પહેલા હતો. વાયરલ વીડિયોમાં હૃતિક  અને સબા એકસાથે બાપ્પાની આરતી કરતા જોવા મળે છે.


હૃતિક  રોશનની બહેન સુનૈના રોશનએ પોતાના ઘરે ગણપતિ લીધા હતા. સુનૈનાએ તેના ગણપતિનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે બાપ્પાને ઘરે લાવી અને કેવી રીતે તેનું વિસર્જન કર્યું. સુનૈનાએ આ વીડિયોમાં આટલા દિવસોની પૂજા અને આરતીની ઝલક પણ બતાવી છે. આ વીડિયોમાં સબા અને હૃતિક  એકસાથે બાપ્પાની આરતી કરતા જોવા મળે છે.


વીડિયોમાં સબા અને હૃતિક  બાપ્પાની આરતી કરી રહ્યાં છે. તે પછી વિસર્જન સમયે પણ સબા હૃતિક સાથે જોવા મળે છે. બંનેને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. વળી  બ્રેકઅપની બધી અફવા હવે શમી ગઈ હતી.


મૂવી ડેટ પર ગયા

થોડા સમય પહેલા પણ આ કપલ સાથે જોવા મળ્યું હતું. બંને મૂવી ડેટ પર ગયા હતા. મૂવી ડેટ પછી થિયેટરમાંથી બહાર નીકળતી વખતે સબાએ હૃતિકનો હાથ પકડી લીધો હતો. જો કે બંનેએ પાપારાઝી સાથે વાત કરી ન હતી અને સીધા જ ત્યાંથી નીકળી ગયા હતા.


બ્રેકઅપના સમાચાર ક્યારે આવ્યા?

હૃતિક અને સબાના બ્રેકઅપના સમાચાર ત્યારે સામે આવવા લાગ્યા જ્યારે અભિનેતા ઘણી વખત એકલા જોવા મળ્યા. આ જ મહિનામાં હૃતિક  તેની પૂર્વ પત્ની અને બે બાળકો સાથે ડિનર માટે પણ ગયો હતો. સબા ઘણી વખત હૃતિક સાથે આઉટિંગ્સમાં જોવા મળે છે અને જ્યારે તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા ન હતા, ત્યારે ચાહકોએ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application