BREAKING NEWS

જામનગર: દિવ્યાંગ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞા ચક્ષુ બહેનો માટે રાજય કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન

  • May 08, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દિવ્યાંગ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞા ચક્ષુ બહેનો માટે રાજય કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન

દિવ્યાંગ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ અંધજન માનવ સેવા કેન્દ્ર દ્વારા આજે અને કાલે સ્નેહ, સંવેદના અને સેવાનો મંગલ સંગમ‚પી કાર્યક્રમ રાજયભરની પ્રજ્ઞા ચક્ષુ બહેનો માટે ચેસ ટુર્નામેન્ટ, બ્રેઇલ વાંચન તથા લોકગીત જેવી સ્પર્ધાનું આયોજન તા. ૯-૫-૨૦૨૬ શનિવાર તથા ૧૦-૫-૨૦૨૬ રવિવાર એમ બે દિવસ સંત કબીર આશ્રમ, કિશાન ચોક, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
રાજયભરની પ્રજ્ઞા ચક્ષુ બહેનો માટે યોજાનાર આ વિવિધ સ્પર્ધાઓમાં પાર્ટીશીપેટ દરેક બહેનો કીપેડ તથા મોબાઇલ ગીફટ‚પે આપવામાં આવશે તથા વિજેતા બહેનોને સન્માનરૂપી એન્ડ્રોઇડ મોબાઇલ આપીને ગૌરવ વધારવામાં આવશે.

જામનગરના શહેરીજનોને આ પ્રજ્ઞા ચક્ષુ બહેનોની વિવિધ અનોખી સ્પર્ધા નિહાળવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા દિવ્યાંગ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો, સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application