વિરાણી હાઇસ્કુલની જમીનની નોંધમાંથી 'ખાનગી માલિકીની' શબ્દ દૂર કરવા આદેશ

  • May 23, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રસ્ટની નોંધણી સમયે થયેલ મૂળ નોંધની પ્રાપ્તિ- દસ્તાવેજમાં જણાવેલ શરતો યથાવત રાખવા હુકમ


વિરાણી હાઇસ્કુલવાળી તમામ જમીન સરકારી છે અને તેમાં ખાનગી જમીન નથી તેવો ચુકાદો ઝોન-૧ના પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ આપ્યા પછી આ અંગેનો આવા જ પ્રકારનો અન્ય એક કેસ ચેરીટી કમિશનર કચેરીમાં ચાલ્યો હતો અને ત્યાં પણ એવી મતલબનો ચુકાદો આપવામાં આવ્યો છે કે ટ્રસ્ટની નોંધણી સમયે ટ્રસ્ટ દ્વારા પીટીઆરમાં મિલકત નોંધાવતા સમયે રજૂ કરેલ દસ્તાવેજો અનુસાર સરકાર નિયંત્રિત સત્તા પ્રકારની શરતોને આધીન મિલકત આપેલી હોવાથી તે કંટીન્યુટી અમલમાં રહે છે. આમાંથી અમુક જમીન ખાનગી છે તેવી નોંધ 2019 ના કરવામાં આવી હતી આ નોંધમાંથી 'ખાનગી માલિકીની જમીન' શબ્દ રદ કરવા કમિશનરે હુકમ કર્યો છે.



આ સમગ્ર પ્રકરણમાં કપાત બાદ રહેલ જમીનનું ક્ષેત્રફળ અને વારમાંથી મીટરમાં દર્શાવેલ જમીનનું ક્ષેત્રફળ યથાવત રાખવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનરનો આ હુકમ પૂર્વ વિદ્યાર્થીઓના હિતમાં હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.


વિરાણી હાઇસ્કુલના જમીનના આ કેસમાં અન્ય વિદ્યાર્થીઓએ પણ અપીલ કરી હતી. આ બાબતે ચેરિટી કમિશનરે એવો નિર્ણય જાહેર કર્યો હતો કે ફેરફાર રિપોર્ટ સમયે વિદ્યાર્થીઓ પક્ષકાર ન હતા. ત્રાહિત વ્યક્તિ તરીકે અપીલમાં દાખલ થવા માટે લીવ ટુ પરમિશનની અરજી કરવાની હોય છે. જે આ કિસ્સામાં કરવામાં આવી નથી. આ ઉપરાંત સગીર વિદ્યાર્થીઓના વાલી તરીકે અપીલમાં દાખલ કરવાનો હક કે અધિકાર આપોઆપ મળતો નથી અને તેથી ગુણદોષના આધારે પૂર્વ વિદ્યાર્થીઓની અપીલ રદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application