BREAKING NEWS

જામનગરમાં ખાનગીકર્મી સાથે ૨૫.૮૬ લાખની ઓનલાઇન ઠગાઇ

  • April 14, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ખાનગીકર્મી સાથે ૨૫.૮૬ લાખની ઓનલાઇન ઠગાઇ

શેરમાર્કેટમાં વધુ પ્રોફીટની લાલચ આપી નાણાં ખંખેરી લીધા : ઇન્સ્ટાગ્રામમાં રોકાણની જાહેરાત આપી


જામનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને શેર માર્કેટમાં રોકાણ કરી વધુ પ્રોફીટની લાલચ આપીને અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે ૨૫.૮૬ લાખની રકમ ખંખેરી લીધાનો મામલો પોલીસમાં પહોચ્યો છે જયાં વેબસાઇટ વપરાશકર્તા, મોબાઇલ ફોન ધારક-ઉપયોગકર્તા તેમજ કંપની વિશેની ખોટી માહિતી-ઓળખ આપનાર મળીને કુલ નવ સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ કરવામાં આવતા નંબરોના આધારે તપાસ લંબાવવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી અવનવી સ્કીમોમાં નફાની લાલચ આપીને ચુનો ચોપડવામાં આવતો હોવાની ફરીયાદોનું પ્રમાણ વધવા પામ્યુ છે, ખાસ કરીને ઓનલાઇન ચિટીંગના ગુના દિન પ્રતિદીન વધી રહયા છે, વધુ એક મામલો સામે આવ્યો છે.


જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મી કમલેશ મહેશભાઇ તિર્થાણીએ ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મીરા-મોબાઇલ નંબર, જેમ્સ તથા વેબસાઇટ.... વપરાશકર્તા તથા બેન્ક એકાઉન્ટધારક-ઉપયોગકર્તા, અન્ય એક બેન્કના ધારકો, અને તપાસમાં ખુલે એ તમામ મળી અલગ અલગ બેન્કના વપરાશધારક અને સાઇડવાળા મળી નવ સામે બીએનએસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ફરીયાદ કરવામાં આવી છે. 


વિગત અનુસાર આરોપીઓએ મિલાપીપણું કરી અગાઉથી કાવતરૂ રચીને સોશ્યલ મિડીયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના માઘ્યમથી શેર માર્કેટમાં વધારે કમાવાની લાલચ આપતી એડવર્ટાઇઝીંગ કરી હતી, આરોપી મીરા મોબાઇલ ધારકવાળીએ સેબી રજીસ્ટર નંબર અને પીઆરઇઆઇ મેનેજમેન્ટ લી. નામની કંપનીના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી હતી.


શેર માર્કેટમાં રોકાણ કરી ખુબ વધારે ટકાવારીથી પ્રોફીટ મેળવવા પ્રલોભન આપી કંપનીના કસ્ટમર સર્વિસ મેનેજર જેમ્સવાળાવોટસએપના માઘ્યમથી ફરીયાદીને અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબરો મોકલ્યા હતા, છેલ્લા બે વર્ષના ગાળામાં ફરીયાદી પાસેથી કટકે કટકે કુલ રૂ. ૨૫.૬૦ લાખ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવી તમામ રકમ લઇ ફરીયાદીને પરત નહી આપી આરોપીઓએ પોતાની તથા કંપની વિશેની ખોટી ઓળખ આપીને ઓનલાઇન સાયબર ફ્રોડ આચર્યુ હતું. 


આખરે છેતરપીંડી થયાનુ જાણમાં આવતા ફરીયાદી દ્વારા સાયબર પોલીસનો સંપર્ક કરીને ઉપરોકત વિગતો આપીને ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પીઆઇ આઇ.એ. ધાસુરા અને સ્ટાફ દ્વારા આપેલા મોબાઇલ અને બેન્ક ખાતા નંબરો તથા વેબસાઇટ અનુસંધાને તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News