ભાવનગર મહાપાલિકાના જન્મદિવસ નિમિત્તે કોર્પોરેશનમાં કમિશ્ર્નરની ઉપસ્થિતિમાં ગેટ ટુ ગેધર યોજાયુ

  • February 14, 2023 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 aajkaal@team

ફલાઈ ઓવરનું કામ આ વર્ષે પૂર્ણ કરાશે નાગરીકોની મૂળભૂત પાયાની સુવિધા મજબૂત કરાશે: મ્યુનિ. કમિશ્ર્નર


ભાવનગર શહેરના નાગરિકોની મૂળભૂત પાયાની સુવિધા મજબૂત કરાશે. ભાવનગરના વિકાસ માટેના કામોમાં ઝડપ લાવી શહેરને અદ્યતન બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ નિમિત્તે ‘આજકાલ’ને આપેલી મુલાકાતમાં મ્યુની. કમિશ્ર્નર નવીન ઉપાધ્યાયે જણાવ્યુ હતુ. મહાપાલિકાના જન્મદિન નિમિત્તે આજે સવારે કચેરીમાં કમિશ્ર્નરની ઉપસ્થિતિમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓનું ગેટ ટુ ગેધર યોજાયુ હતું.


આજે ભાવનગર મહાનગરપાલિકાનો જન્મદિવસ છે. ૧૪-એપ્રીલ, ૧૯૮૨નાં રોજ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલુ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશને આજે ૪૧ વર્ષ પૂર્ણ થયા છે. આજે તે નિમિત્તે મહાપાલિકાની કચેરીમાં કમિશ્ર્નરની ઉપસ્થિતિમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓનું ગેટ ટુ ગેધર યોજાયુ હતું. જેમાં કર્મચારીઓએ મહાપાલિકાના જન્મદિવસ નિમિત્તે એક-બીજાને શુભેચ્છા પાઠવી હતી.

મ્યુનિ. કમિશ્ર્નરે આજે ‘આજકાલ’ દૈનિકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે, ભાવનગરના નાગરિકોની પાયાની મૂળભૂત સુવિધા મજબૂત કરવામાં આવશે. હાલ ચાલી રહેલ દબાણ હટાવ ઝૂંબેશને લોકોનો આવકાર મળ્યો છે ત્યારે નડતર‚પ દબાણો દૂર કરી વિકાસ કામો કરાશે. 


ફ્લાય ઓવરનું કામ આ વર્ષે પૂર્ણ કરવાની નેમ છે, તો કંસારાની અડચણ પણ દૂર કરી ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્ધસેપ્ટ એવા ૨૮ વેલનેસ સેન્ટર ભાવનગર શહેરમાં શ‚ કરવામાં આવશે. આ સેન્ટરો શ‚ થવાથી નાગરિકોની સુવિધા વધશે. ભાવનગર શહેરનો ઝડપથી વિકાસ થાય તે માટે મહાપાલિકાએ ઓનલાઈન સર્વિસ લગભગ તમામ વિભાગમાં શ‚ કરી છે તેમજ લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે માટે પણ કામ કરાઈ રહ્યુ છે.


ભાવનગર શહેરના દુ:ખીશ્યામ બાપા સર્કલ નજીક, ઘોઘાસર્કલથી મેઘાણી સર્કલનો માર્ગ સત્વરે રિપેર કરાશે. મેઘાણી સર્કલ વાળો માર્ગનું કાર્પેટ કામ મંજૂર થઈ ગયુ છે પરંતુ હાલમાં આ રોડને પાયામાંથી મજબૂત કર્યા બાદ રી-કાર્પેટ કરાશે. અગાઉ આ રોડનું કામ કરનાર એજન્સીના નબળા કામથી તેને બ્લેકલીસ્ટ કરવામાં આવી છે તેમ કમિશ્ર્નરે જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application