કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. જે આ વર્ષે શુક્રવાર 10 મે, 2024 ના રોજ છે.
અક્ષય તૃતીયાના દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તે દિવાળી અને ધનતેરસની જેમ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં આ તિથિને સ્વયંસિદ્ધ મુહૂર્ત કહેવામાં આવી છે. અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને વિષ્ણુજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
લોકો આ દિવસે સોનું પણ ખરીદે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અક્ષય તૃતીયા પર એવો શુભ યોગ બની રહ્યો છે, જેમાં કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે.
અક્ષય તૃતીયા 2024 શુભ યોગ
10 મેના રોજ અક્ષય તૃતીયા પર ધન યોગ બની રહ્યો છે, જે 3 રાશિના લોકો માટે શુભ રહેશે અને ધનવાન બનાવશે.
આ સાથે અક્ષય તૃતીયા પર ચંદ્ર અને ગુરુના વૃષભ રાશિમાં યુતિ થવાથી ગજકેસરી યોગ પણ બનશે.
આ દિવસે મેષ રાશિમાં સૂર્ય અને શુક્રના સંયોગને કારણે શુક્રદિત્ય યોગ પણ બનશે.
આ ઉપરાંત મંગળ અને બુધનો સંયોગ ધન યોગ બનાવશે, શનિ કુંભ રાશિમાં હોવાથી શષ યોગ અને મંગળ મીન રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ સર્જશે. અક્ષય તૃતીયા પર આ 3 રાશિઓને આ યોગોથી ઘણો ફાયદો થશે, જાણીએ આ રાશિ વિશે,
મેષ : મેષ રાશિના જાતકોને અક્ષય તૃતીયા પર બનેલા ધન યોગથી આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. આ ઉપરાંત પારિવારિક જીવન પણ સુખી રહેશે. જમીન અને મકાનથી તમને લાભ મળી શકે છે.
વૃષભ : અક્ષય તૃતીયાનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. પૈસા, નોકરી અને વેપારમાં ઘણી પ્રગતિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે.
મીન : અક્ષય તૃતીયા પર બનેલા શષ યોગ અને માલવ્ય યોગને કારણે મીન રાશિના જાતકોને ધન અને સંપત્તિમાં લાભ મળવાની સંભાવના છે. માન-સન્માન પણ વધશે. મહેનતનું પૂરું ફળ મળશે અને સફળતા પગ ચૂમશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ૧૩ લાખ ખેડૂતોને મળશે સીધો લાભ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
April 09, 2025 03:47 PMગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમતમાં તો એક નવું બુલેટ આવી જાય, જાણો કેટલી છે કિંમત
April 09, 2025 03:44 PMકોંગ્રેસ માટે જેને કામ નથી કરવું તે નીકળી જાય: ખડગે
April 09, 2025 03:42 PMરૂ. ૬૪.૮૦ કરોડની છેતરપિંડીમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ અઢી-અઢી ટકાના ભાગીદાર
April 09, 2025 03:38 PMસિવિલ કેમ્પસમાં ભાડા માટે આંટા મારતા રીક્ષા ચાલકોને બહાર તગેડાયા
April 09, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech