સીંગતેલના ભાવમાં ફરી ભડકો: ત્રણ જ દિવસમાં ડબ્બે ૧૦૦ રૂપિયા વધી ગયા

  • May 09, 2023 02:17 PM 


કમરતોડ મોંઘવારીથી જનતા ત્રસ્ત: ડબ્બાના ભાવ ૨૮૬૦થી વધીને રૂા.૨૯૬૦ થયા


રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં .૧૦૦નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સીંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.



આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવ વધ્યા છે. જે બાદ સીંગતેલના ડબ્બાનો ૨૮૬૦થી વધીને .૨૯૬૦ થયા છે. ત્રણ જ દિવસમાં ૧૦૦નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ .૨૯૬૦ પિયા પર પહોંચ્યો છે. લગ્નસરાની સીઝન ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય તેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત નથી.





વેપારીઓનું કહેવું છે કે, મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડો છે તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાધતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે. રાયમાં કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોમાં મોટું નુકસાન થતાં વિવિધ ખાધ તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં અસર થઈ છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખાધ તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટાં હતાં. જોકે, થોડા જ સમયમાં ફરી ભાવ વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application