વૃન્દાવન રાસોત્સવ ૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજનેે લાગણીભીંનો સંદેશ આપ્યો છે જેમાં જણાવાયુ છે કે તેમનું આયોજન ઇનામો અને હરિફાઇ માટે નહી, પરંતુ માત્ર જ્ઞાતિજનોની એકતાનો મિલનોત્સવ બની રહે છે. વૃન્દાવન રાસોત્સવ સમિતિના પ્રમુખ પરિમલભાઇ ઠકરારે લોહાણાસમાજને લાગણીભીંનો સંદેશ પાઠવીને જણાવ્યુ છે કે, ભારતીય સંસ્કૃતિમાં ‘નવરાત્રિ’ એટલે માતાજીની શક્તિ, ભક્તિ અને આરાધનાનો ઉત્સવ પરંતુ ધીરે ધીરે આપણી ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિને ભૂલી ગયા અને આધુનિક રંગે રંગાઇ ગયા અને તેથી જ નવરાત્રિમાં માતાજીની આરાધનાને બદલે ‘ઇનામ’ માટે ‘રેસના ઘોડા’ બની ગયા અને તે રીતે ‘નવરાત્રિ’ની સાચી ભક્તિ ભુલાઇ ગઇ અને ‘ઇનામો’ મેળવવાની હરિફાઇમાં લાગી ગયા અને તેમાં પણ ‘ઇનામ ન મળે તો સંસ્થાના આયોજકો ઉપર ખોટા આક્ષેપો કરી સમાજમાં રહેલી ભાઇચારાની ભાવના ભુલી જઇને વિવાદ અને વિખવાદમાં પડી જતા હોઇએ છીએ’ અને તેથી જ અગાઉના વર્ષોમાં આપણી જ્ઞાતિના વૃન્દાવન રાસોત્સવમાં નવરાત્રિના ટ્રેડીશનલ ડ્રેસની પ્રથા કાઢી નાખી જ્ઞાતિજનોનો મોટો ખર્ચ બચાવેલો હતો અને હવે આ વર્ષે એક ડગલું આગળ વધીને કાંઇક નોખી પહેલ કરીને મુંબઇ, અમદાવાદ, સુરત અને બરોડામાં જે રીતે આનંદથી અને ભક્તિભાવથી નવરાત્રિનું આયોજન થાય છે તે રીતે આપણાં આયોજનમાં આ વર્ષે કોઇ ‘ઇનામોની હરિફાઇ નહી, કોઇ સ્પર્ધાઓ નહીં’ માત્ર જ્ઞાતિજનોની એકતાનું મિલનોત્સવ’ એટલે કે આપણે સૌ જ્ઞાતિજનો સાથે મળીને સાચા અર્થમાં આપણી સંસ્કૃતિને જાળવી રાખી ‘નવરાત્રિ’નું સાચુ મહત્વ જળવાઇ રહી તે રીતે આયોજન કરેલ છે. અન્યથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઇનામો આપવા તૈયાર જ છે અને આર્થિક રીતે પણ ખુબજ સુંદર સહયોગ જ્ઞાતિજનો તરફથી મળી રહેલો હોય અને તેથી કોઇ આર્થિક મુશ્કેલીના કારણે નહી પરંતુ સમાજમાં નવો રાહ ચીંધવાના હેતુથી જ પોરબંદરમાં લોહાણા સમાજની નવતર પહેલ કરવાના ઇરાદે જ આ વર્ષે આપણી જ્ઞાતિના ‘વૃન્દાવન રાસોત્સવ’માં કોઇ પ્રકારની હરિફાઇ નથી જેની તમામ જ્ઞાતિજનોએ નોંધ લેવી. તેમ જણાવીને પરિમલભાઇ ઠકરારે જણાવ્યુ છે કે એવુ કહેવાય છે કે કોઇપણ નવી બાબતની શઆત કરીએ ત્યારે પહેલા વખોડાઇ પછી વિરોધ થાય અને પછી વખણાય ત્યારે આ રાસોત્સવમાં સૌને લાભ લેવા સૌને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech