રાજકોટ આરટીઓ દ્રારા આજે સવારથી યુનિવર્સીટી રોડ પર આવેલી એસ.એન.કે.સ્કૂલ નજીક ઓચિંતી ડ્રાઈવ ગોઠવી નિયમભગં કરી સ્કૂલવાન ચલાવતા ૧૩ સ્કૂલવેન ચાલકોને ૧,૬૫,૦૦૦નો દડં ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન તમામ સ્કૂલવેન ચાલકો પ્રાઇવેટ પાસીંગમાં પરમીટ વગર સ્કૂલવેનની વર્ધી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
પહેલું શૈક્ષણિક સત્ર આવતા મહિનાઓમાં પૂં થઇ જવા પર છે એમ છતાં બાળકોને સ્કૂલે મુકવા જતા વાન ચાલકોએ ટેકસી પાસિંગ ન કરાવી પ્રાઇવેટ પાસીંગમાં જ સ્કૂલવાન હંકારતા હોવાનું આરટીઓ કે.એમ.ખપેડને ધ્યાને આવતા આવા સ્કૂલવાન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપતા આજરોજ ઇન્સ્પેકટર વાય. જી.પટેલ અંકિત પરમાર, કે.ડી.ઝાલા, જે.એસ.ચૌધરી અને ઓ.એચ.ઝાલા સહિતની ટીમે યુનિવર્સીટી રોડ પરની એસ.એન.કે.સ્કૂલ નજીક ચેકીંગ કરતા વિધાર્થીઓને બેસાડી પસાર થતી ટેકસી પાસીંગ વગરની સ્કૂલવેનને રોકી ચાલકો પાસે પાસ–પરમીટ માગતા તે ન હોવાનું જણાવ્યું હતુંય આવા ૧૩ સ્કૂલવેન ચાલકોને . ૧,૬૫,૦૦૦નો દંડનો દડં ફટકારવામાં આવ્યો હતો અને ફરી પછી પકડાશે તો ડિટેઇન કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્રારા ચાલુ શૈક્ષણિક સત્રના પ્રારંભે જ નિયમ વિધ્ધ ચાલતા સ્કૂલવાન ચાલકો સામે આરટીઓ અને પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યેા હતો પરંતુ સ્કૂલવાન એસોશિએશનએ સરકાર પાસે સમય માંગ્યો હતો હતો અને એ સમયમાં ટેકસી પાસીંગ સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં માટે જણાવ્યું હતું. પરંતુ આજદિન સુધી મોટાભાગના સ્કૂલવાન ચાલકોએ પરમીટ ન મેળવી બિન્દાસ્ત પણે વર્ધિઓ કરતા આજે આરટીઓની ઝપટે ચડા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech