રાજકોટમાં OBC મહાસભાનું અધિવેશન યોજાયું : 10 ટકા અનામત ફરી આપવાની માંગ

  • March 13, 2023 04:31 PM 

રાજકોટ ખાતે રાજનગર રોડ ઉપર આવેલ દેશળ ભગત હોલ ખાતે ઓ.બી.સી. મહાસભાનું અધિવેશન મળ્યું હતું જેમાં ૧૪૬ જ્ઞાતિના પ્રતિનિધીઓએ હાજરી આપી હોવાનો દાવો કરાયો હતો. અધિવેશનમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧૦ ટકા અનામત રદ્દ કરી દેવામાં આવ્યું છે તેની ડિમાંડ સાથે બક્ષીપંચની જ્ઞાતિઓના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે ૧૦ હજાર કરોડના ફંડની પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી.


બક્ષીપંચ સંગઠન ગુજરાતના પ્રમુખ અને સભાના કાર્યકારી અધ્યક્ષ પ્રભાત કોઠીવાડે કહ્યું હતું કે, બક્ષીપંચની રાજયમાં મોટી વસતિ છે અને તેના પ્રમાણને ધ્યાને રાખીને આ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળવુંજોઈએ. સૌરાષ્ટ્રમાં ઓ.બી.સી.ની મોટી વસતિ છે અને તેના ધારાસભ્યો અને સાંસદો પણ ચૂંટાયેલા છે. સરકારે આ જ્ઞાતિઓના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને આ માટે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે. જે રીતે ઈડબલ્યુએસને ફંડીગ આપવામાં આવે છે તે રીતે શિક્ષણ આરોગ્ય અને સ્વરોજગારી માટે ઓ.બી.સી.ને પણ ભંડોળ મળવું જરૂરી છે.


વધુમાં તેમણે કહયું હતું કે, ઝવેરી કમિશન બેસાડાયું છે પણ પછી કોઈ કાર્યવાહી થઈ નથી. સરકારે ઓ.બી.સી.ને જરૂરી પ્રતિનિધિત્વ આપવું આવશ્યક છે. આ માટે જનજાગરણ સંમેલનો હવે જિલ્લા કક્ષાએ પણ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application