હવે IRCTCની વેબસાઈટ પરથી કેદારનાથ દર્શન માટે હેલિકોપ્ટર બુક કરાવવું પડશે

  • March 25, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચારધામોનું એક ધામ એટલે કેદારનાથ. બાબા કેદારનાથના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ પહોંચે છે અને કેદારનાથ બાબાના દર્શન કરવા જવા માટે હેલ્પિકોપ્ટરની સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ હેલિકોપ્ટરની સેવા એક ખાનગી કંપ્ની દ્વારા આપવામાં આવતી હતી. પ્નવ હંસ નામની ખાનગી કંપ્ની દ્વારા આ સેવા આપવામાં આવતી હતી. ત્યારે હવે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે કેદારનાથના દર્શન માટે હેલિકોપ્ટરનું બુકિંગ આઈઆરસીટીસીની ઓનલાઈન પોર્ટલ પર કરવુ પડશે. ટિકિટ બુકિંગમાં પારદર્શિતા અને કાળાબજારી રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ નિગમ અને આઈઆરસીટીસી વચ્ચે પહેલી વખત ટિકિટ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. 31 માર્ચ સુધી ઓનલાઈન બુકિંગના પ્લેટફોર્મનું ટ્રાયલ પૂર્ણ થશે. એપ્રિલના પહેલા અઠવાડિયાથી હેલિકોપ્ટરની બુકિંગની સેવા શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી પવન હંસ નામની કંપ્ની દ્વારા હેલિકોપ્ટરનું બુકિંગ કરવામાં આવતુ હતુ. આ કંપ્નીના 12 હેલિકોપ્ટર ફાટાથી કેદારનાથ સુધીની ઉડાન ભરતા હતા.
ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચુક્યા છે. રજિસ્ટ્રેશનની આ પ્રોસેસ ફેબ્રૂઆરીથી શરુ થઈ જાય છે. ચારધામ યાત્રામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન 5.97 લાખ કેદરનાથ માટે થયા છે. જ્યારે બદ્રીનાથ માટે 1.9 લાખ રજિસ્ટ્રેશન થયા છે. આ વર્ષે કેદારનાથધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.


ઉત્તરાખંડના પ્રવાસ વિભાગ મુજબ, કેદારનાથ અને બદ્રીનાથમાં થતી ભીડને અટકાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. કેદરનાથમાં 19 હજાર, ગંગોત્રીમાં 9 હજાર અને યમુનોત્રીમાં 5,500 લોકોની ભીડ હોવો જોઈએ. દર્શનાથીઓના રજિસ્ટ્રેશન અંગે ઉત્તરાખંડના મંદિરનો પૂજારીએ અને સંતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉતરાખંડના ટુરિઝમ મિનિસ્ટર સતપલ મહારાજે જણાવ્યુ હતુ કે, ’ઙ્કીડબલ્યુડીના અધિકારીઓને રોડ રસ્તાના સમાકામ અંગે આદેશ આપી દેવામાં આવ્યો છે અને મહિનાના અંત સુધીમાં રોડ રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે. અમે કેદારનાથના રૂટ પર તમામ તૈયારી કરી રહ્યા છે. દર્શનાર્થીઓની સલામતી માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે, તમામ રૂટ પર ડોક્ટરોને ડિપ્લોઈ કરી દેવામાં આવ્યા છે. અમને આશા છે,આ વર્ષે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથની યાત્રા કરશે’
ગત વર્ષે, લગભગ 45 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. દરેક મંદિરે પગપાળા જતા દર્શનાર્થીઓની સંખ્યા વધુ નોંધાઈ હતી. બદ્રીનાથ ખાતે 17.6 લાખ, કેદારનાથમાં 15.6 લાખ, ગંગોત્રીમાં 6.2 લાખ અને યમુનોત્રીમાં 4.8 લાખ દર્શનાર્થીઓ નોંધાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application