સૌરાષ્ટ્ર્રના ૫૩ ડેમમાં નવા નીર: મચ્છુમાં ૮.૫૦ ફૂટ પાણી આવ્યું

  • July 12, 2022 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતાં આજી–૧માં સવા ફૂટ, ન્યારી–૧માં પોણો ફૂટ, ન્યારી–૨માં સવા બે ફટ અને લાલપરીમાં પોણો ફૂટ પાણી આવ્યું: ન્યારી–૨ ડેમ ઓવરફલોમાં ૩ ફૂટનું છેટું રહેતા દરવાજા ખોલાયા




રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના કુલ ૮૨ ડેમમાંથી ૫૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે જેમાં સૌથી વધુ ૮.૫૦ ફટ પાણી મોરબી જિલ્લાના મચ્છુ–૩ ડેમમાં આવ્યું છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતાં આજી–૧માં સવા ફટ, કાલાવડ રોડ પરના ન્યારી–૧માં પોણો ફટ અને જામનગર રોડ પરના ન્યારી–૨ ડેમમાં સવા બે ફટ પાણી આવ્યું છે. લાલપરી તળાવમાં પોણો ફટ પાણી આવ્યું છે. ન્યારી–૨ ડેમ ઓવરફલોમાં ત્રણ ફટનું છેટું રહેતા આજે સવારે દરવાજા ખોલવામાં આવ્યા છે અને હેઠવાસના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.




વિશેષમાં રાજકોટ સિંચાઈ વર્તુળના ફલડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભાદર–૧માં ૦૦, મોજમાં ૧ ફટ, ફોફળમાં ૦.૨૦, વેણુ–૨માં ૦.૧૬, આજી–૧માં સવા ફટ, આજી–૩માં ૨.૧૦ ફટ, ડોંડીમાં ૬.૫૬ ફટ, ગોંડલીમાં ૪.૪૩ ફટ, વાછપરીમાં ૦.૮૯ ફટ, વેરીમાં ૪.૧૭ ફટ, ન્યારી–૧માં ૦.૬૬ ફટ, ન્યારી–૨માં ૨.૧૩ ફટ, મોતીસરમાં ૦.૬૬, ફાડદગં બેટીમાં ૦૦, ખોડાપીપરમાં ૫ ફટ, લાલપરીમાં પોણો ફટ, છાપરવાડી–૧માં અઢી ફટ, છાપરવાડી–૨માં પોણો ફટ, ઈશ્ર્વરિયામાં સાડા ત્રણ ફટ, કરમાળમાં ૩ ફટ, ભાદર–૨માં ૦.૩૩ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં અડધો ફટ, મચ્છુ–૨માં સાડા ત્રણ ફટ, ડેમી–૧માં ૧.૩૧, ડેમી–૨માં ૧.૬૪, બંગાવડીમાં ૨.૯૫, બ્રાહ્મણીમાં ૮.૬૯, બ્રાહ્મણી–૨માં અડધો ફટ, મચ્છુ–૩માં સૌથી વધુ સાડા આઠ ફટ, ડેમી–૩માં ૧ ફટ પાણી આવ્યું છે. યારે જામનગર જિલ્લામાં સસોઈ ડેમમાં ૦.૮૨, પન્નામાં અઢી ફટ, સપડામાં ૨  ફટ, વીજરખીમાં પોણો ફટ, ડાઈ મીણસરમાં ૦.૩૩, ફોફળ–૨માં અડધો  ફટ, આજી–૪માં ૧.૬૪ ફટ, રંગમતીમાં ૩.૨૮ ફટ, ઉંડ–૧માં ૧.૧૮ ફટ, કંકાવટીમાં ૧.૧૫ ફટ, ઉંડ–૨માં ૪.૫૯ ફટ, વાડીસંગમાં ૦.૬૬ ફટ, ફલઝર કોબામાં ૧.૪૮ ફટ, રૂપારેલમાં ૧.૩૧ ફટ, સસોઈ–૨માં ૨.૭૯ ફટ, વગડિયામાં ૬.૦૭ ફટ પાણીની આવક થઈ છે. યારે દ્રારકા જિલ્લામાં ઘી ડેમમાં પોણો ફટ, વર્તુ–૧માં પોણો ફટ, વર્તુ–૨માં ૦.૩૩ ફટ, શેઢા ભાડથરીમાં ૦.૧૬ ફટ, કાબરકામાં ૦.૮૨ ફટ, સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગામાં ૦.૪૯ ફટ, પોરબંદર જિલ્લાના સોરઠીમાં ૦.૩૦ ફટ અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમમાં ૨.૮૨ ફટ નવા પાણીની આવક થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application