બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત ટાઈમ્સ 100 ગાલા ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેણે તેની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે હોલીવુડ સ્ટાર્સ અને સિંગર્સ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આયુષ્માનની આ પોસ્ટ પર ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.
આયુષ્માન ખુરાના બોલિવૂડના સફળ કલાકારોમાંથી એક છે. ગયા ગુરુવારે તેણે ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત ટાઇમ્સ 100 ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન આયુષ્માન દુઆ લિપા, દેવ પટેલ, ઉમા થરમન અને કાઈલી મિનોગ સહિત ઘણી સેલિબ્રિટીઓને મળ્યા હતા. જેના ફોટા તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કર્યા.
તમને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝીન દ્વારા આયુષ્માનને બે વખત સન્માનિત કરવામાં આવ્યા છે. 2023માં તેમને ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર માટે પસંદગી પામેલા તેઓ એકમાત્ર ભારતીય હતા અને 2020માં તેમને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આયુષ્માને તસવીર કરી શેર
આયુષ્માન ખુરાનાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. આ ફોટોઝમાં તે પોપ સિંગર દુઆ લિપા, એક્ટર દેવ પટેલ, હોલીવુડ એક્ટ્રેસ ઉમા થરમન અને પોપ સ્ટાર કાઈલી મિનોગ સાથે પોઝ આપતો જોવા મળે છે. વીડિયોમાં તે દુઆ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતીકાલે જાહેર થશે ધો. 12નું પરિણામ, વોટ્સએપ પરથી પણ જોઈ શકાશે રિઝલ્ટ
May 08, 2024 07:01 PMજામનગરની બજારમાં કેસર કરીનું આગમન... જાણો કેટલો છે ભાવ...
May 08, 2024 06:00 PMજામનગરમાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો
May 08, 2024 05:55 PMખાતમુહર્ત પછી બે મહિને સાંઢીયો પુલ તોડવા મંજૂરી મગાઈ
May 08, 2024 03:51 PMમહાપાલિકામાં સન્નાટો; તમામ ચેમ્બર્સ ખાલી
May 08, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech