BREAKING NEWS

​ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડાવવામાં આવશે NEET પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

  • June 19, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડાવવામાં આવશે NEET પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

​પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 09554/09553 ઓખા–ગાંધીનગર કેપિટલ-ઓખા સ્પેશિયલ [02 ફેરા]:
​ટ્રેન સંખ્યા 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ શનિવાર, 20 જૂન 2026 ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ રવિવાર, 21 જૂન 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:55 વાગ્યે ઉપડશે અને સોમવાર, 22 જૂન 2026 ના રોજ સવારે 06:40 વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર ઊભી રહેશે.

આ ટ્રેનમાં સ્લીપર તેમજ સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ રહેશે.

​ટ્રેન સંખ્યા 09554/09553 નું બુકિંગ 19 જૂન, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) ની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application