BREAKING NEWS

જામનગર: બે ડઝનથી વધુ ગુનામાં સંડોવાયેલ નાઘેડીના શખ્સની અટકાયત 

  • June 15, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: બે ડઝનથી વધુ ગુનામાં સંડોવાયેલ નાઘેડીના શખ્સની અટકાયત 

જામનગરના બે ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અગાઉ ૨૬ જેટલા ગુના આ નામીચા આરોપી સામે નોંધાઈ ચૂક્યા છે.

પો.ઇન્સ. વી.જે. રાઠોડની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો  મળેલ સંયુક્ત બાતમી મુજબ પંચ બી ડીવિ. તથા સિક્કા પો.સ્ટે માં નોંધાયેલ ગુના માં  ઘણા સમયથી નાસતો ફરતો આરોપી કુલદીપસિંહ ઉર્ફે લાલિયો ઢીંગલી નટુભા પરમાર (રહે. નાઘેડી ગામ શીવાલીક સોસાયટી તા.જી.જામનગર) નાઘેડી ગામ શીવાલીક સોસાયટી પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહુ જગ્યાએ તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેને ઝડપી લેવાયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ નામીચા આરોપી સામે આગાવ  જામનગર શહેર જિલ્લા ના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ ૨૬ ગુના નોંધાય ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application